Voter day oath ambaji

અંબાજી આર્ટ્સ અને બી.સી.એ. કોલેજ ખાતે મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૫ જાન્યુઆરી:
આજ રોજ 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ને વર્ષ 2011 થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.સાથે લોકતંત્ર ને સુદ્રઢ કરવા યોગદાન આપવા અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા આવે છે જેને લઈ શ્રી અંબાજી આર્ટ્સ અને બી.સી.એ. કોલેજ ખાતે પણ મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj

કોલેજ રી – ઓપન થયા બાદ છેલ્લા વર્ષ ( સેમ -6 ) ના વિદ્યાર્થીઓ સરકારશ્રીની KOVID 19 ની ગાઈડલાઇન અંતર્ગત સ્વાગત મિટિંગનું આયોજન કરવામાં આવેલ , જેમાં માસ્ક , સેનેટાઇઝર નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને COVID – 19 ની માર્ગદર્શિકાનું કોલેજના આચાર્યશ્રી દ્વારા વિસ્તૃત સમજ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું . તેમજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ( તા .25 / 01 / 2021 ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મતદાતા દિવસની સ્થાપના , હેતુ , જન – જાગૃતિ અંગે વિસ્તૃત સમજ આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા . સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડો.એસ.એન.પટેલ , સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ થકી સરકારશ્રીની COVID – 19 ની ગાઈડલાઇન અંતર્ગત સંપન્ન કરવામાં આવ્યો હતો .

આ પણ વાંચો…કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા 13,203 કેસ પોઝિટીવ નોંધાયા, 131 દર્દીઓના મૃત્યુ પામ્યા