Testing kit

અદાણી ફાઉન્ડેશન દ્વારા પરીક્ષણ કીટ તેમજ મલ્ટી ડાયગ્નોસ્ટિક કીટ આપવામાં આવી

Testing kit 2

અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પરીક્ષણ કીટ તેમજ મલ્ટી ડાયગ્નોસ્ટિક કીટ આપવામાં આવી

સુરત, ૦૨ નવેમ્બર: અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હાયપરટેન્શન અને ડાયાબિટીઝના દર્દીઓની તપાસ માટે એચ.બી.એ.૧.સી. વિશ્લેષક, સેમી ઓટો બાયોકેમિસ્ટ્રી વિશ્વેષક અને એચ.બી.એ.લ.સી. પરીક્ષણ કીટ તેમજ મલ્ટી ડાયગ્નોસ્ટિક કીટ આપવામાં આવી છે. આ કીટના મદદથી હાયપરટેન્શન અને ડાયાબિટીઝના દર્દીઓની પ્રારંભિક તપાસ શક્ય બનશે. સમયસર પરીક્ષણ થતાં યોગ્ય અને ઝડપી સારવાર મેળવી શકશે. આ ઉપરાંત, પ્રાથમિક સુવિધા કેન્દ્ર,દહેજ ખાતે તપાસણી કરવામાં આવેલા દર્દીઓના માસિક ડેટા અદાણી ફાઉન્ડેશન ટીમને આપશે. જેથી તેમની વધુ સારવાર માટે અદાણી ફાઉન્ડેશન દિશાસુચક બનશે.

Testing kit

નોંધનીય છે કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે મળી સર્વ રોગ પરીક્ષણ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, સામૂહિક આજીવિકા વિકાસ તથા ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ ક્ષેત્રે વાગરા તાલુકાનાં વિવિધ ગામોમાં પણ કાર્ય કરી રહ્યું છે.

whatsapp banner 1

ડો. પ્રવીણસિંહે અદાણી ફાઉન્ડેશનના આ સામાજિક જવાબદારી નિભાવવાના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે અદાણી દહેજ પોર્ટના સી.ઓ.ઓ શ્રી મનોજકુમાર કતાર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રવીણસિંહ, મેડિકલ ઓફિસરશ્રી ડો.શબીના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી.