WhatsApp Image 2020 11 29 at 11.53.54 PM

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ના શિક્ષકોની સંયુક્ત બેઠક યોજાઇ

A joint meeting of teachers of Primary Education Federation Jamnagar district and city was held

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૩૦ નવેમ્બર: પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ના શિક્ષકોની સંયુક્ત બેઠક યોજાયેલ,આ બેઠકમાં લાંબા સમયથી ૪૨૦૦ ગ્રેડ પે બાબતે યોગ્ય નિર્ણય ન થતાં,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ , ગુજરાત રાજ્ય ના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના શિક્ષકો જોડાયને ભાગ લે તે માટેનું આયોજન કરવામાં આવ્યું,તેમજ આ બાબતે જામનગર ના કલેકટરને આવેદન પત્ર આપવા માટે આયોજન કરવામાં આવેલ.

whatsapp banner 1

તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ,જામનગર જિલ્લાના સંલગ્ન જામનગર તાલુકામાં જામનગર તાલુકા ટીમ ની રચના કરવામાં આવી , જેમાં અધ્યક્ષ ..ભાયાભાઈ ભરવાડિયા અને મંત્રી ધારશી ભાઈ ગડારા તેમજ સંગઠનમંત્રી વિવેકભાઈ શીલુ અને ઉપાધ્યક્ષ હેમતભાઈ આંબલિયાની અધ્યક્ષ સ્થાનેથી ઘોષણા કરવામાં આવી હતી.

A joint meeting of teachers of Primary Education Federation Jamnagar district and city was held

આ બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અધ્યક્ષશ્રી, રવીન્દ્રકુમાર પાલ , મંત્રી શ્રી નાથાભાઈ કરમુર, સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ સાપોવડીયા , ઉપાધ્યક્ષ છગનભાઇ માડલિયા, ઉપાધ્યક્ષ મહેશભાઈ કરંગિયા, કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, પ્રચારમંત્રી ડો.ભાવેશભાઈ વ્યાસ , તેમજ જામનગર શહેર અધ્યક્ષશ્રી મનહરભાઈ વરમોરા, શહેર મંત્રી શ્રી જગદીશભાઈ સરડવા, વ.ઉપાઘ્યક્ષ મેરામણભાઇ કરેથા,ઉપાઘ્યક્ષ વિક્રમસિંહ જાડેજા , સહમંત્રી સંજયકુમાર ભાતેલિયા,મહિલા અધ્યક્ષ મોતી બેન કારેચા,મહિલા મંત્રી ભારતીબેન ગોધિયા અનેં શહેર ટીમ તથા જામનાગર તાલુકાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.