Learning License: રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી બંધ રહેશે

Learning License: રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તા.૭મી મે સુધી બંધ રહેશે

ગાંધીનગર, ૨૮ એપ્રિલ: Learning License: રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી આવતી કાલ 29 એપ્રિલ થી આગામી 7 મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે એમ રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે.

Whatsapp Join Banner Guj

Learning License: ૨૯ એપ્રિલ ૨૦૨૧ થી ૭મી મે સુધી આ નિર્ણય નો અમલ કરવાનો રહેશે આ આઠ દિવસના આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ અધિકારી/કર્મચારીઓએ મોબાઇલ ફોન, ઇ મેઇલ અને વોટ્સએપ પર ઉપલબ્ધ રહી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે

આ પણ વાંચો….Reliance industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૦ બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

ADVT Dental Titanium