Covid center Jamnagar

Covid care: જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

Covid care: કોવિડ કેર સેન્ટર માટેના હેલ્પલાઇન નંબર ૭૮૬૧૮૨૬૮૭૮ છે જેનો સમાજના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ મે:
Covid care: જામનગર શહેરના લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે પટેલ સમાજ માટે ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર સમાજ દ્વારા તા.૪ મેથી શરૂ કરવામાં આવેલ છે. આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ આ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ કોવિડ સેન્ટરમાં ૯૦ સુધી ઓક્સિજન ધરાવતા ૫૦ લોકોની સારવાર અર્થે ઓક્સિજન સહિતની વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે. સમાજ દ્વારા દાખલ દર્દીઓને જમવાનું નિ:શુલ્ક આપવામાં આવે છે તેમજ કોરોના દર્દીઓના પરિવારજનો માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પટેલ સમાજને બિરદાવીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે દરેક વ્યક્તિ, સમાજ યથાયોગ્ય અન્ય લોકોને મદદરૂપ બની રહ્યું છે. જામનગર ખાતે પટેલ સમાજએ કોરોનાના દર્દીઓ માટે સારવાર, અન્ય વ્યવસ્થાઓ અને દર્દીઓના સ્વજનો માટે પણ વ્યવસ્થાઓ નિર્મિત કરી સાથે માનસિક રીતે પણ દર્દીને સ્વસ્થ થવા પ્રેરે તેવું વાતાવરણ નિર્મિત કરવામાં આવ્યું છે જે થકી અનેક દર્દીઓ ખૂબ જલ્દી સ્વસ્થ બનશે તેવી આશા છે.

આ સેન્ટર (covid care)ની મુલાકાત સમયે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પણ પટેલ સમાજના આ પગલાને આવકાર્યું હતું અને આ ઉમદા વિચાર માટે સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ કોવિડ કેર સેન્ટર માટેના હેલ્પલાઇન નંબર ૭૮૬૧૮૨૬૮૭૮ છે જેનો સમાજના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…Hapa oxygen exp: જામનગરના હાપા ગુડ્સ શેડથી 9 મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના કરાઈ

ADVT Dental Titanium