Eco zone protest 2 edited

નર્મદા જિલ્લા માં ઇકો સેન્સિટિવ ઝોન નો વિરોધ યથાવત કેવડિયા એસ ઓ યુ સત્તામંડલ રદ કરવા ગ્રામજનો ના ધરના.

Eco zone protest 2 edited

નર્મદા જિલ્લા માં ઇકો સેન્સિટિવ ઝોન નો વિરોધ યથાવત કેવડિયા એસ ઓ યુ સત્તામંડલ રદ કરવા ગ્રામજનો ના ધરના. આદિવાસી સમાજ ના નામે ફરતી થયેલી પત્રિકા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૦ જાન્યુઆરી:
નર્મદા જિલલ્લા માં ઈકો સેન્સીટીવ ઝોન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ સામેનો વિરોધ રોજેરોજ વધી રહ્યો છે પ્રાપ્તમાહિતી મુજબ તાજેતરમાં કેન્દ્ર સરકારે નર્મદા જિલ્લાના 121 જેટલા ગામોને જે ગરુડેશ્વર નાંદોદ દેડિયાપાડા અને સાગબરા તાલુકા ના છે તેમાં ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરી દરેક ખેડૂત ખાતેદાર ના ખાતામાં ૧૩૫ કલમ મુજબ કાચી નોંધ પાડતા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના પગલાં સામે ભારે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે અને કોંગ્રેસ તેમજ બિટીએસ તો ઠીક પણ સત્તાધારી ભાજપ માં પણ ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ ઉઠવા પામ્યો હતો

Whatsapp Join Banner Guj

દરમ્યાન સાચી વાત માટે કાયમ અવાજ ઉઠાવતા ભાજપના સાંસદ મનસુખ વસાવા એ આ મામલે વિરોધ માં ભાજપમાંથી રાજીનામુ પણ આપી દીધું હતું જોકે સમજાવટને અંતે રાજીનામું પરત ખેંચ્યું હતું અને રાજ્ય સરકારે કલમ 135 મુજબની કાચી નોંધ રદ કરવાની ખાતરી આપી હતી આમ છતાં પણ ઈકો સેન્સીટીવ ઝોન રદ કરવાનો વિરોધ યથાવત રહેવા પામ્યો હતો તાજેતર માં ભરાયેલ ગ્રામસભાઓમાં ઝોન રદ કરવા માટે ઠરાવ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આદિવાસી સમાજના નામે એક પત્રિકા પણ ગ્રામીણ વિસ્તારોમાં ફરતી થઈ છે જેમાં ઈકો સેન્સીટીવ ઝોન જાહેર નામુ ગુજરાતીમાં આપવા તેમજ ઝોનલ પ્લાન હોય તેની નકલ આપવાની માંગ ઉઠવા પામી છે

Eco zone protest edited

ઉપરાંત આ પત્રિકામાં આદિવાસીઓના હક ઈકો સેન્સીટીવ ઝોન ને કારણે છીનવાઈ જશે તેમ જણાવી ગામેગામ તેનો વિરોધ કરવા હાકલ કરવામાં આવી છે બીજી બાજુ કેવડિયા સરદાર પ્રતિમા પરિસર ની નજીક ગઈકાલે મોટી સંખ્યામાં આદિવાસીઓએ ઈકો સેન્સીટીવ ઝોન રદ કરવા તેમજ તેમજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ રદ કરવા ગ્રામજનો એ બેમુદાત ઘરના કરવામાં આવ્યા હતા અને ધીરે ધીરે આ કાર્યક્રમ માં આદિવાસી ગ્રામજનોની સંખ્યા વધતી જતી હતી ત્યારે દિલ્હી સરહદે ચાલતા કિસાન આંદોલન ને ધ્યાનમાં લઇ ગુજરાત સરકારે પણ આદિવાસી ગ્રામજનોના ઘરના નો કાર્યક્રમ લંબાતો જાય અને મજબૂત બનતો જાય એ પહેલા જ આજે વહેલી સવારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી જઇ ૭૦ થઈ વધુ આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી આમ ઈકો સેન્સીટીવ ઝોન તેમજ કેવડીયા એસ ઓ યુ વિકાસ સત્તા મંડળ રદ કરવાની માગણી પ્રબલ બનતીજાય છે અને એની સામેનો વિરોધ વધતો જાય છે.

આ પણ વાંચો…અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..