Shop seal

કોવિડનું સંક્રમણ રોકવા વડોદરા પોલીસ અને મહાનગર પાલિકાની 24 પ્રવર્તન ટીમો અને 4 ફલાયિંગ સ્કવોડ્સ કાર્યરત કરાઇ

કોવિડનું સંક્રમણ રોકવા વડોદરાની વ્યૂહાત્મક પહેલ

Pan shop seal Vadodara
  • પોલીસ અને મહાનગર પાલિકાની 24 પ્રવર્તન ટીમો અને 4 ફલાયિંગ સ્કવોડ્સ કાર્યરત કરાઇ
  • કામગીરીના પ્રારંભે કોવિડ તકેદારીના ભંગ સબબ ખંડેરાવ માર્કેટ પાછળ ફળની દુકાન અને ગોદામ સિલ કર્યા
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનો ભંગ થતો જણાશે તો ઉડન દસ્તા દ્વારા મેગા મોલ પણ સિલ કરાશે: ડો.વિનોદ રાવ


વડોદરા, ૨૮ નવેમ્બર: રાજ્ય સરકારની સૂચનાઓ ત્વરિત અમલના રૂપમાં વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડનું સંક્રમણ રોકવા અને ધીમું પાડવા મહાનગર પાલિકા,જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત વ્યૂહ રચનાના અમલની પહેલ કરવામાં આવી છે. આ વ્યૂહ રચના હેઠળ કામગીરીનો પ્રારંભ કરતાં કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત પ્રવર્તન( એન્ફોર્સમેન્ટ) ટીમ દ્વારા માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ જેવા નિયમોના ભંગ સબબ ફળની દુકાન અને ગોદામને દંડનીય કાર્યવાહી રૂપે તાળા મારી દેવામાં આવ્યા હતા.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના અધ્યક્ષ પદે શુક્રવારે મળેલી સંયુક્ત બેઠકમાં કોવિડ નો ફેલાવો રોકવા આ વ્યૂહ રચના ઘડવામાં આવી હતી .તે પ્રમાણે આજ સવારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંગળ બજાર સહિતના મોટા બજારો સહિત 120 હોટ સ્પોટ વડોદરા શહેરમાં તારવવામાં આવ્યાં છે જ્યાં સવાર સાંજ લોકોની મોટી ભીડ ઉમટે છે. આવા સ્થળો પર માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા અને સતેજ નજર રાખવા,વ્યૂહ રચના હેઠળ શહેરના પ્રત્યેક વોર્ડ દીઠ બે પ્રમાણે પોલીસ અનેપાલિકાની કુલ 24 સંયુક્ત પ્રવર્તન ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Vadodara seal  shop

આ ઉપરાંત શહેરના ચાર ઝોન માટે ચાર સંયુક્ત ઊડણ દસ્તા – ફલાયિંગ સકવોડ્સ બનાવવામાં આવ્યાં છે જે ખાસ કરીને મોટા એસ્ટાબ્લિસ્મેંટ,મોટી દુકાનો,કોમ્પલેક્ષ,મેગા મોલ,મેરીજ હોલ, બેંકવે હોલ ઇત્યાદિ પર નજર રાખશે અને માસ્ક,સોશીયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેસન જેવા ચેપ અટકાવતા નિયમોનો ભંગ થતો જણાશે તો જરૂરી પગલાં લેશે. ડો.વિનોદ રાવે જણાવ્યું કે મેગા મોલ જેવા સ્થળોએ આ નિયમોનું ઘોર ઉલ્લંઘન થતું જણાશે તો ફલાયિંગ સ્ક્વોડ આ જગ્યાઓને સિલ કરવા સહિતના કડક પગલાં લઈ શકશે. આ સંદર્ભમાં લોકોને, દુકાનદારોને, સંચાલકો વિગેરે ને તેમના એકમોમાં આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવી સહયોગ આપવા અને દંડનીય કાર્ય વાહી થી બચવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

કોવિડ ગાઈડ લાઇનના ભંગ બદલ માંજલપુર વિસ્તારના મોલને ત્રણ દિવસ માટે તાળા બંધી

Vadodara mall seal

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના જણાવ્યા પ્રમાણે કોવિડ ગાઈડ લાઈનના ઉલ્લંઘનની બાબત ધ્યાનમાં આવતા ખાસ ટીમો દ્વારા માંજલપુર વિસ્તારના ઇવા મોલ સામે શિક્ષાત્મક પગલાં રૂપે,આ મોલને ત્રણ દિવસ માટે તાળા બંધી ( સિલ) કરવામાં આવી છે.ટીમો એ ગોરવા શાક માર્કેટ,વોર્ડ નં.5 અને 9 ના વિસ્તારો તેમજ કારેલીબાગમાં ગિફ્ટ આઈટમ શોપ, પાન કોલ્ડ્રિંક શોપ,ડોર મેટ શોપ ઇત્યાદિ સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે.

હરણી રોડ પર વધુ એક મોલ સિલ કરાયો ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ફલાયિંગ સકવોડ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી હેઠળ કોવિડ ગાઈડ લાઈનના પાલનમાં બેદરકારી સબબ હરણી રોડ પરના રિલાયન્સ મોલને સિલ કરવામાં આવ્યો છે. આમ,આજે અત્યાર સુધીમાં શહેરના બે મોલ કોવિડ સંક્રમણ ફેલાતું રોકવાના પગલાં રૂપે સિલ કરવામાં આવ્યાં છે.

Vadodara market Lari seal

હરણી રોડ પર સુપર માર્કેટ અને ગેંડા સર્કલ ખાતે વધુ મોલ સિલ કરાયા ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ફલાયિંગ સકવોડ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી હેઠળ કોવિડ ગાઈડ લાઈનના પાલનમાં બેદરકારી સબબ હરણી રોડ પરના રિલાયન્સ સુપર માર્કેટ અને ગેંડા સર્કલ ખાતે વડોદરા સેન્ટ્રલ મોલને સિલ કરવામાં આવ્યા છે. આમ,આજે અત્યાર સુધીમાં શહેરના બે મોલ અને એક સુપર માર્કેટને કોવિડ સંક્રમણ ફેલાતું રોકવાના પગલાં રૂપે સિલ કરવામાં આવ્યાં છે.વડોદરા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સિલ કરવામાં આવ્યો છે.