ક્રેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાતમાં આગમન, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણનો તહેવાર

21 00 423919805amit shah1 edited

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના તહેવાર નિમિતે આજે અમદાવાદ આવશે. અમિત શાહ અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરશે. આવતી કાલે ઉત્તરાયણના દિવસે તેઓ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં યોજાનારા કાર્યક્રમ હાજરી આપશે. જ્યાં તેઓ તેમના મતવિસ્તારના લોકો લોકો સાથે ઉત્તરાયણ ઉજવશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે પણ અમિત શાહની મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે.

Whatsapp Join Banner Guj

આજે એટલે કે બુધવારે મોડી સાંજે અમદાવાદ આવે તેવી શક્યતા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે. જોકે, કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ય જશે નહીં,એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.

આ પણ વાંચો…
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 602 કેસ નોંધાયા અને 855 દર્દી થયા સાજા