રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત્ઃ 451 નવા કેસની સામે 700 દર્દી સાજા થયા તથા 2 વ્યક્તિના મૃત્યુ થયા

07f04a05 5dc1 474d 8076 c824149c0485

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 248650 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને રીકવરી રેટ 96.28 ટકા જેટલો છે. જ્યારે કોરોનાના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 88 લોકો પોઝિટિવ આવ્યા છે. તે સાથે 178 લોકો સાજા થઇ ગયા છે. સરકારે આપેલ અહેવાલ અનુસાર હાલ રાજ્યમાં 96 ટકા હોસ્પિટલના બેડ ખાલી છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતના 138 કેન્દ્રો પર શુક્રવારે 11,352 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી. આમ, 16 જાન્યુઆરીથી અત્યારસુધી કુલ 47,203 વ્યક્તિઓનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. વધુ રાહતની વાત એ છે કે અત્યારસુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિમાં રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

GEL ADVT Banner

આ પણ વાંચો…

વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે સારા સમાચારઃ કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર, યૂઝરને થશે