Manish

ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે: ડૉ. મનીષ દોશી

બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી?

  • ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે.
  • ગુજરાતમાં ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલી બળાત્કારની ઘટના બની
  • મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે છે એવા રાજકોટમાં ૧૫૮ બળાત્કારની ઘટના
  • મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૪૬ બળાત્કારની ઘટના બની.
  • NCRBનાં અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં ૨૨ ટકા જેટલો વધારો, સુરતમાં ૪૨ ટકાનો વધારો.

અમદાવાદ, ૧૨ ઓક્ટોબર: “બેટી બચાવો”નું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ભાજપ સરકારનાં શાસનમાં કથળતી કાયદો વ્યવસ્થા અને મહિલા સુરક્ષામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે.ગુજરાતમાં દરરોજ ત્રણ મહિલા-દીકરીઓ બળાત્કારનો ભોગ બને છે જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં ૨૭૨૦ જેટલા બળાત્કારની ઘટના થઈ જે દર્શાવે છે કે ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ક્રાઇમ રેકર્ડ બ્યૂરો(NCRB)ના અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં ૨૨ ટકા જ્યારે સુરતની ઘટનાઓમાં ૪૨ ટકા જેટલાઓ વધારો થયો છે. નલિયાકાંડ, જામનગર,જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ આંધળી-બેહરી ભાજપ સરકાર કોઈ સખત પગલાં ભરવાની જગ્યાએ માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ કેમ માને છે?

બે વર્ષમાં મેગા સીટી એવા અમદાવાદમાં પણ ૫૪૦ જેટલા બળાત્કાર, સુરતમાં ૪૫૨, બનાસકાંઠામાં ૧૫૧, વડોદરામાં ૧૩૯ અને મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે છે એવા રાજકોટમાં પણ ૧૫૮ જેટલી ઘટના બની જે ભાજપ સરકારની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે. મહિલાઓ-દીકરીઓની છેડતીની ઘટનાઓનો પણ મોટો વધારો થયો છે. ગુજરાતમાં ૧૦૪૮ જેટલી છેડતી- ૫૮૯૭ અપહરણ જેવી ગંભીર ઘટનાથી સ્પષ્ટ થાય છે

સલામત ગુજરાતના વાયદા કરતી ભાજપ સરકાર માં મહિલાઓ -દીકરીઓ અસલામત બની છે. ગુજરાતમાં 33 જિલ્લા પૈકી સૌથી વધુ આ શહેર-જિલ્લામાં કુલ ૧૪૪૦ બળાત્કારમાં મહિલા -દીકરો ભોગ બની છે

Advt Banner Header
loading…