U of U 2

અમદાવાદ થી કેવડિયા આવનાર પ્રથમ ટ્રેન નું ભવ્ય સ્વાગત કરાશે. સાધુ સંતો શિક્ષણ શાસ્ત્રીઓ અને કોર્પોરેટ અગ્રણીઓ ને લઇ. ટ્રેન રવાના થશે.

U of U 2

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૩ જાન્યુઆરી:
આગામી 17 જાન્યુ ના રોજ કેવડિયા રેલ્વે.સ્ટેશન નું વડાપ્રઘાન વર્ચ્યુઅલ ઉદ્ઘઘાટન કરનાર છે ત્યારે પ્રથમ ટ્રેન નું ભવ્ય પ્રશ્થાન અમદાવાદ સ્ટેશન થી થનાર છે પ્રાપ્ત માહિતી મુજબ. આગામી 17 મી એ. સરદાર પ્રતિમા પ્રવાસન સ્થળ ને જોડતી ટ્રેન શરુ થનાર છે ત્યારે કેવડિયા રેલ સ્ટેશન નું પણ ભવ્ય ઉદ્ઘાટન થનાર છે

નવનિર્મિત રેલવે સ્ટેશન કેવડિયામાં શરૂ થઈ રહ્યું છે ત્યારે તે માટે પ્રથમ ટ્રેન અમદાવાદથી કેવડિયાની શરૂ થનાર છે તારીખ 17 જાન્યુઆરી ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન કેવડીયા જવા પ્રસ્થાન કરશે આ ટ્રેનમાં સાધુ સંતો શિક્ષણશાસ્ત્રીઓ અને કોર્પોરેટ કંપનીના માધાંતા ઓ પ્રથમ મુસાફર તરીકે પ્રવાસ કરશે અમદાવાદ રેલવે સ્ટેશન પર પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે આ ટ્રેનને અમદાવાદ થી કેવડીયા જવા માટે ભવ્ય વિદાય આપવામાં આવશે આ અંગેની તમામ જવાબદારી અમદાવાદ કલેકટર સંભાળશે ઉપરાંત રસ્તે આવતા આણંદ નડિયાદ અને વડોદરા સ્ટેશનને પણ આજ રીતે આ ટ્રેનમાં જે તે વિસ્તારના સાધુ સંતો શિક્ષણ શાસ્ત્રીઓ અને અગ્રણીઓને લઈ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે જેતે સ્ટેશન થી ટ્રેનને પ્રસ્થાન કરાવાશે જે તે જિલ્લાના રેલવે સ્ટેશન પર જિલ્લા કલેક્ટર તમામ જવાબદારી સંભાળશે ટ્રેન જ્યારે કેવડીયા સ્ટેશન પર પહોંચશે જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાશે

Whatsapp Join Banner Guj

આદિવાસી નૃત્યોની રમઝટ વચ્ચે પ્રથમ ટ્રેન ના પ્રવાસીઓ કેવડિયામાં પ્રથમ ટ્રેનમાંથી નવા રેલવે સ્ટેશન પર પદાર્પણ કરશે પ્રથમ ટ્રેનના પ્રવાસીઓને નું સ્વાગત ની તમામ જવાબદારી કલેકટર નર્મદા સંભાળશે આ મહાનુભાવોને કાર્યક્રમ બાદ સરદાર પ્રતિમા સફારી પાર્ક આરોગ્ય વન વગેરે આસપાસના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઇ જવાશે સમગ્ર કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજા દિવસે 18 તારીખથી નિયમિતપણે કેવડીયા દાદર કેવડીયા અમદાવાદ કેવડીયા વારાણસી કેવડીયા ચેન્નાઈ એમ જુદી જુદી ૨૦ જેટલી ટ્રેનો પણ સ્ટેશન થી શરૂ થનાર છે 18 તારીખે પ્રવાસીઓને લઈને આવનાર અને જનાર પ્રથમ ટ્રેનને કેવડીયા સ્ટેશન પર કલેકટર નર્મદા આવકાર અને પ્રસ્થાન કરાવશે આમ નર્મદા જિલ્લાના પ્રજાજનોએ જેની કદી કલ્પના પણ નથી કરી તે દેશનું ભવ્ય રેલ્વે સ્ટેશન કેવડિયા ખાતે શરૂ થનાર છે રાજપીપળાના મહારાજાએ અંકલેશ્વરસુધી ટ્રેન શરૂ કરાવી હતી ત્યારબાદ આ નેરોગેજ ટ્રેન માત્ર બ્રોડગેજ લાઇન માં પ્રગતિ પામ્યા બાદ રાજપીપળા થી વડોદરા અમદાવાદ મુંબઈ જવા માત્ર સપના જોયા હતા જ્યારે નર્મદા જિલ્લા ની પ્રજા માટે આ સુવર્ણ અવસર છે કે કેવડિયા થી દેશના મોટા શહેરો જોડતી ૨૦ જેટલી ટ્રેનો શરૂ થશે આ ઐતિહાસિક દિવસની જિલ્લાના પ્રજાજનો ભારે ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો…સિરમ ઇન્સિટટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- ફક્ત પ્રથમ ડોઝ જ 200 રુપિયામાં મળશે, પછી આટલી કિંમતમાં વેચાશે કોવિશીલ્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ