Manish

મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ડૉ. મનિષ દોશી

Manish

અમદાવાદ, ૦૩ નવેમ્બર: મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

  • ભાજપા સરકારની ખેડૂત વિરોધી માનસિક્તા વધુ એક પરિપત્ર-નિર્ણયથી ખૂલ્લી પડી જતા રાજ્ય સરકાર બેબાકળી થઈને ન સમજાય તેવા ખુલાસા કરી રહી છે.
  • રાજ્યના ખેડૂતોને અન્યાયકર્તા પરિપત્રો કરીને દરેક ખેડૂતોને રૂા. ૨૦૦૦/– નો ફરજ પાડનાર ભાજપા સરકાર ખુલાસા કરવાને બદલે ખેડૂતોની પરસેવાની કમાણી લૂંટવાનું બંધ કરે.
  • ખેડૂતો પાસેથ ખેડૂત સિંચાઈના ડીજીટલાઈઝેશન ના નામે રૂા. ૨૦૦૦/- વસૂલવાને પરિપત્ર પાછો ખેંચે.
  • જમીન માપણી, પાકવીમા, સર્વે, ડીજીટલાઈઝેશન જેવા અનેક યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને ભાજપા સરકાર દ્વારા લૂંટવામાં આવી રહ્યાં છે.
  • કંપની – ઉદ્યોગ ને રજીસ્ટેશન ફી, લોન, વેરા માફી અને ખેડૂતોને અન્યાય, ખેડૂતો પાસેથી વસૂલાત.
  • સરકાર ખૂલાસા કરવાને બદલે પરિપત્ર પાછો ખેંચે, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મફતમાં ઉપલબ્ધ કરાવવા કોંગ્રેસ પક્ષની માંગ.
whatsapp banner 1