Rajkot Civil Hospital

દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

Dr Team edited

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

ત્રણ મહિનામાં  અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ

whatsapp banner 1

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે.

Rajkot Civil Hospital

અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા  

Dr Shivangi

ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. 

ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ  રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.