Price: પેટ્રોલ, ડીઝલ, ગેસ સીલીન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે: ડૉ. મનિષ દોશી

Screenshot 20200427 185514 01

ગુજરાતની ભાજપ સરકાર (Price) પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.

  • ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર ૧૮૫૩૦.૨૬ કરોડ જેટલો
  • ભારે વેરો વસૂલી મોંઘવારીમાં જનતાની મુશ્કેલી વધારી.
  • મે – ૨૦૧૪થી આજ સુધી પેટ્રોલ – ડીઝલ પર ટેક્ષ થકી રૂ. ૨૧.૫૦ લાખ કરોડની લુંટ ચલાવી છે.
  • પેટ્રોલ, ડીઝલ, ગેસ સીલીન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે : ડૉ. મનિષ દોશી

અમદાવાદ , ૨૫ માર્ચ: ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં (Price)પેટ્રોલ ૮૩૮૧.૯૬ કરોડ અને ડીઝલ પર ૧૮૫૩૦.૨૬ કરોડ જેટલો ભારે વેરો વસૂલી મોંઘવારીમાં જનતાની મુશ્કેલી વધારી. સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર આપી છેતરપીંડી કરનાર ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ૨૫ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦ થી ૪૨૦ ટકાનો વધારો થઈ ગયો છે.

ADVT Dental Titanium

ભાજપ સરકારના મળતીયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ (Price)વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત છે. કેન્દ્રની ભાજપ સરકારે (Prize) પેટ્રોલ – ડીઝલ પર બેફામ ટેક્ષ થી ૬ વર્ષમાં ખજાનાની આશરે ૩૦૦ ટકા કમાણીમાં વધારો કર્યો છે. સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝમાં વધારો ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ધોરણ ખોરવાયું છે. ત્યારે દેશમાં સતત પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરની બેફામ લુંટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપા સરકાર દેશની જનતાના પરસેવાની કમાણી પર લુંટ ચલાવી રહી છે.

ફેબ્રુઆરી મહીનામાં જ ચાર વખત એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવ (Price) વધારો ઝીંકતા કીંમત રૂ. ૮૨૬ થઈ જવા પામી છે. સીલીન્ડરની કીંમતમાં રાહત આપતી સબસીડી બંધ કરી અને અસહ્ય ભાવ વધારાની ઉઘાડી લુટનો ભોગ મધ્યમવર્ગની ગૃહીણીઓ, મહિલાઓ બની રહી છે. છેલ્લા ત્રણ મહિના જેટલા ટૂકાગાળામાં એલ.પી.જી. સીલીન્ડરની કીંમતમાં ૨૦૦ રૂપિયા જેટલો વધારો કરી ભાજપ સરકારે કરોડો રૂપિયા લૂંટી તિજોરી ભેગા કરી દીધા છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ૮૮ રૂપિયાને પાર અને ડીઝલની કિંમત રૂપિયા ૮૭ને પાર થઈ ગઈ છે. પેટ્રોલ – ડીઝલ પર રૂા. ૨૧.૫૦,લાખ કરોડ રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવવાવાળી ભાજપા સરકાર દેશને જવાબ આપે. માત્ર દશ મહિનામાં ૨.૯૪ લાખ કરોડ રૂપિયા ઊઘરાવ્યા છે.

“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે.

Whatsapp Join Banner Guj

ત્યારે ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી ને કારણે ગુજરાત અને દેશના નાગરિકો સતત હાલાકી ભોગવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૦ અને ડિઝલ રૂા. ૩૨ ના ભાવે આપી શકાય તેમ છે પણ, મોદી સરકારની જનવિરોધી નિતીના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથ વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યાં છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી.

આ પણ વાંચો…હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ (Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી