Ladies PI Arrest

PI arrest: મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈની થઇ ધરપકડ, જાણો વિગત…..

PI arrest: હની ટ્રેપના કિસ્સામાં ફસાવીને તોડ કરનાર ગેંગના ત્રણ લોકોની ધરપકડ બાદ મહિલા પીઆઈનું પણ નામ સામે આવતા ક્રાઈમ બ્રાંચે મહિલા પીઆઈની ધરપકડ કરી છે

અમદાવાદ , ૧૩ મે: PI arrest: શહેરમાં વેપારીઓને હની ટ્રેપના કિસ્સામાં ફસાવીને તોડ કરનાર ગેંગના ત્રણ લોકોની ધરપકડ બાદ મહિલા પીઆઈનું પણ નામ સામે આવતા ક્રાઈમ બ્રાંચે મહિલા પીઆઈની ધરપકડ કરી છે તથા અત્યાર સુધીમાં કેટલાક લોકોને ફસાવીને કેટલાક રૂપિયાનો તોડ કર્યો છે તેની તપાસ હાથધરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

શહેરમાં વેપારીઓને નિશાનો બનાવીને મિત્રતા કેળવીને મહિલા ક્રાઈમમાં પોક્સો અને બળાત્કાર જેવી ખોટી અરજી આપીને સમાધાન પેટે અધધ રૂપિયાનું તોડ કરતી ગેંગના માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી, બિપીન પરમાર અને ઉન્નતિ રાજપૂતની ધરપકડ કરી હતી. જેમાં ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી ફેસબુકમાં મહિલાઓના નામે એકાઉન્ટો બનાવીને શહેરના મોટા વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવતો બાદમાં મોબાઈલ નંબર મેળવીને ઉન્નતી તથા અન્ય ગેંગમાં સામેલ યુવતીને વાત કરવા આપતો અને વેપારીને હોટલમાં અથવા કારમાં બોલાવીને એકાંતમાં મોકલી દેતો અને બીજા દિવસે તેના વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો જેવી ખોટી અરજી કરીને વેપારીને ડરાવીને સમાધાન પેટે તોડ કરતો હતો.

આ પણ વાંચો…રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

જો કે આ ઘટનામાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણની પણ સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચે ગીતા પઠાણની પણ ધરપકડ કરી છે. અને અત્યાર સુધી પીઆઈએ કેટલા રૂપિયાના તોડ કર્યા છે તેની તપાસ કરવા માં આવી રહી છે.

ADVT Dental Titanium