Ambaji meeting bjp

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી શરૂ કરશે

Ambaji meeting bjp

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી,31 ઓગસ્ટ :ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ ની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છે સૌરાષ્ટ બાદ હવે ઉત્તર ગુજરાત ના સાત સરહદી વિસ્તાર સાહિત ના જિલ્લાઓ નો પ્રવાસ આગામી ત્રણ સપ્ટેમ્બર થી શરૂ કરવાના છે ત્યારે સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી માં અંબા ના દર્શન કરી શરૂ કરવાના છે જેના આયોજન ને લઈ ગુજરાત ભાજપા ના પ્રદેશ મહામંત્રી કે સી પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી આજે અંબાજી ની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા

Ambaji meeting bjp 2

જ્યાં સી આર પાટીલ ના દર્શન થી લઇ સભા સ્થળ સુધી ના સ્થળો ની મુલાકાત કરી સી આર પાટીલ નો પ્રવાસ સફળ બને તેવા આયોજન હાથ ધર્યા છે સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપ ના તેમજ સ્થાનિક ભાજપ મંડળ ના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ યોજી કાર્યક્રમ ને સફળ બનાવા જણાવ્યું હતું જોકે સી આર પાટીલ ઉત્તર ગુજરાત ના પ્રવાસ ની શરૂઆત અંબાજી થી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સી આર પાટીલ ની રક્ત તુલા નો આયોજન પણ કરાયું છે સાથે ઉત્તર ગુજરાત ના પ્રસિદ્ધ ઢોલના ધબકારે સીઆર પાટીલ ના સ્વાગત ની તૈયારીઓ હાથ ધરાઈ હોવાનું પ્રદેશ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું સાથે પાટણ ખાતે પણ સી આર પાટીલ ને સૅનેટાઇઝર તેમજ માસ્ક થી તોલવામાં આવશે જેમાં સૅનેટાઇઝર દેવસ્થાનો માં તેમજ માસ્ક સફાઈ કામદારો ને આપવામાં આવશે