Gujarat High Court

નર્મદા સુગર ની ચૂંટણી નિયત સમયે થશે પણ પરિણામ જાહેર નહિ થઇ શકે: હાઇકોર્ટ નો આદેશ

Gujarat High Court

નર્મદા સુગર વિરુદ્ધ હાઇકોર્ટ માં ચાલી રહેલ કેશ નો ચુકાદો સૌને બંધનકર્તા રહેશે.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૧૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા જિલ્લા ના હજારો ખેડૂત ની જીવાદોરી સમાન નર્મદા સુગર ની ચૂંટણી પુનઃ વિવાદ ના વંટોળે ચઢી છે પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા સુગર ઉપરાંત રાજ્ય ની અન્ય સહકારી ખાંડ ઉદ્યોગ ને નિર્દિષ્ટ મંડળી ને બદલે પ્રાથમિક મંડળી માં રાજ્ય સરકારે પરિવર્તિત કરતા આથી નારાજ થઇ હજારો ખેડૂતો ના હિત માં નર્મદા સુગર ના ખેડૂત સભાસદ અને જાણીતા આગેવાન કલ્પેશ દેસાઈ એ હાઈ કોર્ટ માં આ મામલે અપીલ કરી હતી.

સાથે જ અન્ય સુગર મિલ પણ જોડાઈ હતી જે મામલે સુનાવણી દરમ્યાન નર્મદા સુગરની ચૂંટણી જાહેર થઇ હોવાનો મુદ્દો ઉપસ્થિત થતા હાઇકોર્ટે નર્મદા સુગર ની ચૂંટણી ના પરિણામો કેસના ચુકાદા સુધી જાહેર નહિ કરવા આદેશ કર્યો હતો. આમ નર્મદા સુગર ની ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે પણ 27 તારીખે પરિણામ જાહેર નહિ થાય. અને જયારે પણ ચુકાદો આવશે તે તમામ ને બંધનકર્તા રહેશે. આમ આવનાર દિવસો માં કેવા સમીકરણો બદલાય છે તે જોવું રહ્યું.

ત્યારે અનિશ્ચિતતા વચ્ચે બંને પેનલ ના ઉમેદવારો તેમનો પ્રચાર જોરશોર થી કરી રહ્યા છે અને ગામડા ખૂંદી રહ્યા છે

**********

Advt Banner Header
loading…