Maha arti

જામનગરમા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ

Maha arti

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ

Maha arti 4

ચેરમેન, મહિલા કોર્પોરેટર સહિત સમાજના આગેવાનો મહાઆરતીમાં હાજર રહ્યા: કોરોનાના કપરાકાળમાં સમગ્ર વિશ્ર્વ કોરોના મુકત બને તેવી માતાજી અને ભગવાન પરશુરામને પ્રાર્થના કરાઇ

whatsapp banner 1

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ ઓક્ટોબર: સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર દ્વારા નવરાત્રી અને દશેરાના પાવન પર્વ પર સમગ્ર વિશ્ર્વ કોરોના મુકત બને તેવા શુભ આશ્રયથી 108 દીપમાળાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Maha arti 3

દુ:ખભંજન મહાદેવ મંદિર તળાવની પાળ પાસે યોજાયેલ મહાઆરતીના કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુભાષભાઇ જોષી, મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઇ વાસ, શહેર પ્રમુખ આશિષભાઇ જોષી, મહિલા પાંખ જિલ્લા પ્રમુખ પ્રિતિબેન, શહેર મહિલા પાંખ પ્રમુખ ભાવનાબેન સહિત અન્ય હોદેદારો ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો.

Maha arti 2

બ્રહ્મસમાજના આગેવાનો એ જણાવ્યું હતું કે અત્યારે કોરોનાના કારણે પરસ્થિતિ નવરાત્રી ઉજવી શકાય તેવી નથી અને સરકારના તમામ નિયમોનું પાલન કરી સ્થાનિક સંક્રમણના ફેલાય તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતા તમામ કાર્યક્રમો મુલ્તવી રાખી માત્ર માતાજી અને ભગવાન પરશુરામને મહાઆરતી દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે સમગ્ર વિશ્ર્વને વહેલી તકે કોરોના મુકત કરે અને ફરી સમાજમાં વધુ ભાતૃત્વની ભાવના ઉજાગર થાય.

loading…