covid fire 1 rotated

મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 લોકોના થયા મોત

Shivanand Covid Hospital Rajkot Fire

મુખ્યમંત્રીશ્રી એ આ આગ દુર્ઘટના માં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે

રાજકોટ, ૨૭ નવેમ્બર:ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, હોસ્પિટલના બીજી માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગંભીર આગની ઘટના વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. 

Rajkot Shivanand Covid  Hospital Fire 5 Patient death

મૃત્યુ પામનાર દર્દીના નામ

રામસિંહ ભાઈ,નિતિનભાઇ બાદાણી,રશિકલાલ અગ્રવાત,સંજય રાઠોડ,કેશુભાઈ અકબરી

Advertisement

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજકોટ ની શિવાનંદ કોવીડ હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે મુખ્યમંત્રીશ્રી એ આ આગ દુર્ઘટના માં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આ ઘટના ની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશ ને જવાબદારી સોંપી છે