ST Bus Ambaji

જાણો..અંબાજી એસ.ટી. ડેપો અમદાવાદ જતી કઈ બસો બંધ કરી અને કેમ ?

ST  Bus stand Ambaji

અંબાજી એસ.ટી. ડેપો દ્વારા કફર્યુ ને લઈ અમદાવાદ જતી 7 ટ્રીપો હાલ તબક્કે બંધ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૨૧ નવેમ્બર: ગુજરાત માં કેટલાક મોટા શહેરો માં કોરોના નો ફરી એક વાર હાહાકાર મચ્યો છે જેને લઈ સરકારે લોકડાઉન નહિ પણ બે દિવસ કફર્યું ની જાહેરાત કરી છે જેની મોટી અસર એસ.ટી. વિભાગ ઉપર જોવા મળી રહી છે અમદાવાદ વિસ્તાર માં બે દિવસ નો કરફ્યુ જાહેર કરાયો છે જેને લઈ અંબાજી એસ.ટી. ડેપો પરથી અમદાવાદ જતી 7 ટ્રીપો હાલ તબક્કે બંધ કરી દેવાઈ છે જ્યારે અમદાવાદ ,સુરત ,વડોદરા માં પણ રાત્રી કરફ્યુ લાદી દેવાતા તે વિસ્તાર માં પણ હવે અંબાજી થી જતી એસ.ટી. બસ બાયપાસ થઈ ને જશે અને બસ ના ટાઈમ માં પણ ફેરફાર થયો છે

whatsapp banner 1

સુરત રાજકોટ અને વડોદરા જતી એસટી બસો સવારે 7 વાગ્યા પછી ઉપડસે અને રાત્રી ના 8 વાગ્યા પહેલા જે તે વિસ્તાર માં એસ ટી બસ પહોંચશે અમદાવાદ વિસ્તાર ની બોપલ, મણિનગર, નહેરુનગર, રાણીપ, ગીતામંદિર, નાગેલ તથા ગોરાડ ની ટ્રીપો કોરોના ને લઈ હાલ તબક્કે બંધ કરવામાં આવી છે તેમ અંબાજી એસટી ડેપો મેનેજર કમલેશ પટેલ એ જણાવ્યુ હતુ