રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 602 કેસ નોંધાયા અને 855 દર્દી થયા સાજા

Corona test JMC 2

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે, જી હાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 602 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, બોટાદ, વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. જેમાં આજદિન સુધીમાં કુલ 4350 દર્દીના મોત થયા છે. જ્યારે 58 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 855 દર્દીઓ સાજા થયા છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો હવે 7439 થયો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

વિશ્વનું સૌથી મોટું રસીકરણઃ દેશના 13 રાજ્યોમાં પહોંચી, 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ- વાંચો સંપૂર્ણ અહેવાલ