Honors program Ambaji 3

અંબાજી ખાતે અંબાજી મંદિર ની સફાઈ કામદાર મહિલાઓ નો સન્માન કાર્યક્રમ (Honors program) યોજાયો

Honors program, Ambaji

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૮ માર્ચ:
(Honors program) 8 માર્ચ ને વિશ્વ મહિલા દિવસ છે જેને લઈ ગુજરાત નહીં પણ સમગ્ર દેશ માં આજે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરાઈ રહી છે મહિલા દિન પ્રતિદિન પુરુષ ની સમૌવડી બનતી જઈ રહી છે અને અનેક સિદ્ધિ ઓ હાંસલ કરી પગભર બની સફળતા ના શિખરો સર કરી રહી છે

Whatsapp Join Banner Guj

ક્યાંક અભ્યાસ ક્ષેત્રે તો ક્યાંક બિઝનેસ ક્ષેત્રે આગળ આવી રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં સફાઈ ક્ષેત્રે નામના મેળવી રહેલી મહિલાઓ નો એક સન્માન કાર્યક્રમ (Honors program) અંબાજી મંદિર ના ચાચર ચોક માં યોજાયો હતો સફાઈ કરતી મહિલાઓ પુરુષ ની સમૌવડી બની ઇલેકટ્રીક સાધનો ચલાવતી થઈ છે ને તેઓ પણ પોતાના ક્ષેત્ર માં આગળ વધી રહી છે

ત્યારે આજે સૌ પ્રથમ વખત આ મહિલાઓ નો સન્માન (Honors program) ચાચર ચોક માં યોજવામાં આવ્યો હતો જેને લઈ સન્માન મેળવાનર મેહિલાઓ તેમજ સન્માન કરનાર અતિથિઓ પણ આ સન્માન કાર્યક્રમ ને લઈ ખુશી ની લાગણીઓ વ્યક્ત કરી હતી

આ પણ વાંચો…મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) પર જામનગરના ધ્રોલમાં “અમને આપના પર ગર્વ છે” કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન