JMC Gurunanak janmjayanti

છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગરમાં ગુરુનાનક જન્મજયંતિ ની ઉજવણી કરાઈ.

જો બોલે સો નિહાલ.., સત શ્રી અકાલ અને સતનામ વાહે ગુરુના નાદ થી ગુરુદ્વારા ગુંજી ઉઠ્યું.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૩૦ નવેમ્બર: છોટીકાશી થી પ્રસિધ્ધ જામનગર શહેર માં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ત્યારે આજે ગુરુનાનક જયંતિ ની ઉજવણી જામનગર ના શીખ સમુદાય દ્વારા ભારે હર્ષ થી ઉજવવામાં આવી હતી હાલ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને રાખી ઉજવણી માં માત્ર અખંડ પાઠ અને ભજન કીર્તન થી સાદગી થી ઉજવણી કરવામાં આવી હતી

છોટીકાશી જામનગર માં ગુરુદ્વારા ચોકડી પર આવેલ ગુરુદ્વારા ખાતે આજે ગુરુનાનક જયંતિ નિમિતે જામનગર ના શીખ સમુદાય દ્વારા અખંડ પાઠ અને ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને રાખી દરવર્ષે કરવામાં આવતા લંગર અને પ્રભાતફેરી ના આયોજન ને આ વર્ષે મુલતવી રાખવામા આવ્યા હતા

whatsapp banner 1

તેમજ ગુરુદ્વારા ના ગેટ પરથી જ આવતા ભક્તો ને સૌપ્રથમ થર્મલ ગન થી ચેક કરી સેનિટાઈઝ કરી ત્યારબાદ જ મુખ્ય મંદિર માં ભક્તો ને પ્રવેશ આપવામાં આવતો હતો ઉપરાંત ભજન કીર્તન માં ભક્તો દ્વારા પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી બેઠક વ્યવસ્થા આપવામાં આવી હતી શીખ સમુદાય દ્વારા આયોજિત ગુરુનાનકજી ની 551 મી જન્મજયંતી માં ખૂબ મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો