Jamnagar corona Meeting 2

ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરની કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી

Jamnagar corona Meeting 3

કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સંક્રમણ અટકાયત સારવાર અંગે ચર્ચા કરી

ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર  આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ, દર્દીઓના થતા મૃત્યુ, સારવારની પધ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે ક્યા પ્રકારના પગલાં લઇ જામનગરને આ કાળમુખા કોરોનાથી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

Jamnagar corona Meeting 4

તકે કલેક્ટરશ્રી રવિશંકર અને કમિશનરશ્રી  સતીષ પટેલે જામનગરવાસીઓને કોરોનાના કપરા સમયમાં બચવા માટે ઘરમાં રહેવા તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા અપીલ કરી હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી રવિશંકર કમિશનર સતીશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપિન ગર્ગ,  નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, જામનગરના કોરોના નોડલ ડો.એસ. એસ. ચેટરજી તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar corona Meeting 2

*******