વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિનો જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે મેળવ્યો

shalini Agrawal Meeting
  • વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિનો જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે મેળવ્યો ચિતાર: સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ ની કરી સર્વાંગી સમીક્ષા
  • સાવલીના વસનપુરામાં મૃત કાગડામા જોવા મળેલ H5N8 સ્ટ્રેન
  • પક્ષીમાંથી માનવમાં ફેલાતો ન હોવાથી રાહત
  • જિલ્લાના ૨૧૯ પોલ્ટ્રી ફાર્મમાં પશુપાલન વિભાગની ૩૪ ટીમ દ્વારા કરવામાં આવી રહેલુ સઘન સર્વેલન્સ
  • બર્ડ ફ્લુની જાણકારી અને ફરિયાદ અંગે જિલ્લા કન્ટ્રોલ રૂમ શરૂ કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના

વડોદરા, ૧૧ જાન્યુઆરી: સાવલીના વસનપુરા ગામે મૃત કાગડાઓના બર્ડ ફ્લુ સેમ્પલ પોઝીટીવ આવતા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે સમગ્ર વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિ અંગે નો ચિતાર મેળવવા બેઠક યોજી હતી. આ બેઠકમાં પશુ પાલન વિભાગના દ્વારા કરવામાં આવતી કામગીરી અને બર્ડ ફ્લૂને ફેલાતો અટકાવવા માટેના અગમચેતીના પગલાં ભરવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ લોકોને બર્ડ ફ્લુની અંગેની જાણકારી અને ફરિયાદ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ શરૂ કરવા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે સૂચના આપી હતી.

Whatsapp Join Banner Guj

નાયબ પશુપાલન નિયામક શ્રી પી. આર. દરજી જણાવ્યુ કે, સાવલીના વસનપુરામાં મૃત કાગડામા H5N8 સ્ટ્રેન જોવા મળ્યો છે જે પક્ષીમાંથી માનવમાં ફેલાતો ન હોવાથી ચિંતા કોઈ કારણ નથી. તેમ છતા સાવચેતીના ભાગરૂપે જિલ્લા પશુપાલન વિભાગના અધિકારી-નિષ્ણાંતો ની ૩૪ ટીમ દ્વારા જિલ્લાના ૨૧૯ પોલ્ટ્રી ફાર્મમાંથી બર્ડ ફ્લુના શંકસ્પદ કેસ શોધવા માટે સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યુ છે. તેમજ વસનપૂરા ગામની આજુબાજુના ૦ થી ૧ કિલોમીટર મીની ત્રિજ્યામાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શ્રી દરજીએ ઉમેર્યું કે, H5N8 સ્ટ્રેનમાં કોઈ પોલ્ટ્રી ફાર્મ બંધ કરવાના રહેતા નથી તેમજ કોઈ પક્ષીઓના કલિંગ ( મોત નિપજાવાના) રહેતા નથી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, આર. એફ. ઓ. નિધિ દવે, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટિલાવત, પશુ રોગ સંશોધન અધિકારી ડો. એન.એ. પરમાર, નાયબ પશુપાલન નિયામક શ્રી બી.એ. શાહ અને ડો. પી.કે. પટેલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો..કૃષિ આંદોલનઃ સુપ્રીમ કોર્ટ સરકારના વલણથી નારાજ, કહ્યું- કોઇપણ આ રીતે કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે!