ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ: વિજયભાઈ રૂપાણી

BJP Libdi sabha 4

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભાનો ચુંટણી પ્રવાસ યોજાયો: ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે લીંબડી અને મોરબી ખાતે સામાજિક અગ્રણીશ્રીઓઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

 • આ વખતની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની છે, કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે, કોંગ્રેસ પણ પોતાની હાર ભાળી ચૂકી છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • કોંગ્રેસ આજે તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે ભાજપામાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ બની ચુકી છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • નહેરૂએ વર્ષો પહેલા ‘આરામ હરામ હૈ’, એવું કહેલું પણ ત્યારબાદ દેશમાં રોજગારી માટે કાંઈ કર્યું નહિ, સૂત્ર આપીને પોતે આરામ જ કર્યો અને દેશમાં બેરોજગારીનો દર વધ્યો. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • દિલ્હીની સરકાર હોય કે ગાંધીનગરની, ભાજપાની સરકાર ગરીબ, પીડિત, શોષિત, મધ્યમ વર્ગ, ખેડૂતોની, ગામડાઓની સરકાર છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
 • ચૂંટણી ટાણે જનતાને ભ્રમિત કરી, જૂઠા વાયદાઓ આપી, લાલચ આપી મત લેવા અને સત્તામાં આવ્યા પછી ગાયબ થઈ જવું, કયારેય જનતા વચ્ચે આવવું નહીં, ફક્ત દેશને લૂંટવાનું કામ કરવું, આ જ કોંગ્રેસની પદ્ધતિ છે.-શ્રી સી.આર.પાટીલ
 • એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી છે. -શ્રી સી.આર.પાટીલ

કોંગ્રેસે દેશના ગરીબો, પીડિતો, ખેડૂતોનું અનેક વર્ષો શોષણ કર્યું છે, આજે દેશની જનતા આ જૂઠી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસને ક્યાંય તક આપવા માટે તૈયાર નથી. -શ્રી સી.આર.પાટીલ

 • લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને કોંગ્રેસે ભુલાવવાના પ્રયત્નો કરી અન્યાય કર્યો પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી સરદાર પટેલની પ્રતિભાના અનુરૂપ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ આપી. -શ્રી સી.આર.પાટીલ
 • આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વભરના દેશોને ભારતના સામર્થ્ય અને ક્ષમતાનો પરિચય થયો છે. -શ્રી સી.આર.પાટીલ
 • કોંગ્રેસની નમાલી સરકારને કારણે 1962માં ચીન સામે ભારતને નમતું જોખવું પડ્યું હતું પણ આજે ચીનને પણ ખબર પડી ગઈ છે કે આ નવું ભારત છે, સક્ષમ ભારત છે. -શ્રી સી.આર.પાટીલ
BJP Libdi sabha 2

લીંબડી,૨૮ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે લીંબડીના ભાજપા ઉમેદવાર શ્રી કિરિટસિંહ રાણાના સમર્થનમાં લીંબડી ખાતે અને મોરબીના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં મોરબી ખાતે જાહેરસભાઓને સંબોધન કર્યું હતું તેમજ સામાજિક અગ્રણીશ્રીઓ તથા વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં જનતા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાની છે, કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે, કોંગ્રેસ પણ પોતાની હાર ભાળી ચૂકી છે, તેની પાસે કોઈ મુદ્દો નથી. ગુજરાતમાં જનતાના આશીર્વાદથી ભાજપાની પૂર્ણ બહુમતીની સ્થિર સરકાર છે અને મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે , આવનાર ચૂંટણીમાં પણ મતદારો ભાજપાના સમર્થનમાં મતદાન કરીને સરકારને વધુ મજબૂતી આપી રાજ્યની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપશે

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે ભાજપામાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, આ એ જ કોંગ્રેસ છે જેણે શ્રી બાબુભાઇ જસભાઈ પટેલના નેતૃત્વની સરકાર તોડી હતી. કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ કૉંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતાના કારણે, અંદરોઅંદરના તીવ્ર જૂથવાદને કારણે, કોંગ્રેસની ફક્ત એક પરિવારની ભક્તિ કરવાની પરંપરાને કારણે કોંગ્રેસથી પોતાને અલગ કર્યા છે અને આ ચૂંટણી આવી છે. કોંગ્રેસની ગળથુથીમાં નૈતિકતાના મૂલ્યો રહ્યા નથી, મહાત્મા ગાંધીની કોંગ્રેસ ક્યારની ખતમ થઈ ચૂકી છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ બની ચુકી છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરૂએ વર્ષો પહેલા ‘આરામ હરામ હૈ’, એવું કહેલું પણ ત્યારબાદ દેશમાં રોજગારી માટે કાંઈ કર્યું નહિ, સૂત્ર આપીને પોતે આરામ જ કર્યો અને દેશમાં બેરોજગારીનો દર વધ્યો. કોંગ્રેસે વર્ષો સુધી ધર્મ-સંપ્રદાયોમાં, જ્ઞાતિ-જાતિમાં ઝગડા કરાવી, વર્ગ વિગ્રહ ઉભા કરાવી, વોટબેંકનું રાજકારણ કરી સત્તામાં આવી દેશને લૂંટવાનું કામ જ કર્યું છે. ગુજરાતની શાણી જનતા તો આ કોંગ્રેસને સુપેરે ઓળખી ગઈ છે એટલે જ 25 વર્ષથી તેને સત્તાથી દુર રાખી છે. ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ. આજે ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય અને સૌથી ઓછો બેરોજગારી
દર ધરાવતું રાજ્ય છે, તમામ ક્ષેત્રે ઉચ્ચ સુવિધાઓથી સજ્જ છે, ગુજરાત આજે રમખાણ મુક્ત બન્યું છે, રાજ્ય શાંતિ અને સલામતીનું વાતાવરણ છે

BJP Libdi sabha

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં ગુંડાઓ અને લુખ્ખાઓ કોંગ્રેસના મંત્રીઓના નિવાસસ્થાને આશરો લેતા હતા, કોઈ નાગરિક પોતાને સલામત મહેસુસ નહતો કરી શકતો. આજે ‘ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે’ના સંકલ્પ સાથે રાજ્ય સરકારે નવા કડક કાયદાઓ બનાવ્યા છે. કોંગ્રેસના દિશાહીન શાસનને કારણે, કોંગ્રેસના લુલા કાયદાઓને કારણે રાજ્યના ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો તેમજ શહેરના નાગરિકોની સંપત્તિઓ ભૂમાફિયાઓ પચાવી પાડતા હતા. રાજ્યની ભાજપ સરકારે માફિયાઓ સામે કડક કાયદો લાવી, નિર્દોષ માણસની સંપત્તિ કોઈ હડપ ન કરી જાય તેની ચિંતા કરી છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે કાંઈ ન કરી શકનારી કોંગ્રેસ આજે ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે.પોતાના રાજમાં ખેડૂતે પકવેલા અનાજનો એક પણ દાણો ટેકાના ભાવે ન ખરીદનારી કોંગ્રેસ આજે ખેડૂતો વિશેની વાત કરી રહી છે

રાજ્યની ભાજપા સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 15 હજાર કરોડથી વધુની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે.આ વર્ષે પણ ટેકાના ભાવથી ખરીદી ચાલુ છે.અતિવૃષ્ટિથી નુક્સાનીના કિસ્સામાં ચોમાસુ પાકમાં સહાય આપવા માટે ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોને હેક્ટર
દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય આપી રાજ્યની ભાજપા સરકારે ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રૂપિયા 6,000 ઈનપુટ સબસીડી રુપે મોકલીને સીધી સહાય કરી છે. ખેડૂતો માટે આ પ્રકારનું કાર્ય કોંગ્રેસે તેના શાસનમાં ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી. કોંગ્રેસે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી કે વીજળી આપી ન હતી જેના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવતો હતો. આજે ભાજપાની સરકારના સાશનમાં દેશ અને રાજ્યનો ખેડૂત સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દિલ્હીની સરકાર હોય કે ગાંધીનગરની, ભાજપાની સરકાર ગરીબ, પીડિત, શોષિત, મધ્યમ વર્ગ, ખેડૂતોની, ગામડાઓની સરકાર છે, દેશના ગરીબોને ધ્યાનમાં રાખી જન-ધન યોજના, ઉજજ્વલા યોજના, ઉજાલા યોજના, શૌચાલયની યોજના, ખેડુત સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, માં અમૃતમ, માં વાત્સલ્ય યોજના, જન ઔષધિ કેન્દ્રો સહિતની અનેક યોજનાઓ ભાજપા સરકારે કાર્યરત કરી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 50 લાખ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકર્તાઓના આ ઉર્જા અને ઉત્સાહથી સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર નિશ્ચિત છે. કોંગ્રેસની આજની પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. કોંગ્રેસની આ જ પધ્ધતિ રહી છે કે, ચૂંટણી ટાણે જનતાને ભ્રમિત કરી, જૂઠા વાયદાઓ આપી, લાલચ આપી મત લેવા અને સત્તામાં આવ્યા પછી ગાયબ થઈ જવું, કયારેય જનતા વચ્ચે આવવું નહીં, ફક્ત દેશને લૂંટવાનું કામ કરવું, માટે જ કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને એક સમયની અતિ મજબૂત કહેવાતી કોંગ્રેસ આજે ટાઇટેનિકની જેમ ડૂબતું જહાજ બની ચુકી
છે. શ્રી પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશના ગરીબો, પીડિતો, ખેડૂતોનું અનેક વર્ષો શોષણ કર્યું છે, આજે દેશની જનતા આ જૂઠી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસને ક્યાંય તક આપવા માટે તૈયાર નથી.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનું બીડું ઝડપીને ગુજરાતની કાયાપલટ કરી, રાજ્યના ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, ગરીબો, આદિવાસીઓ દરેક વર્ગના નાગરિકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી, ગુજરાતની અસ્મિતામાં વધારો કરતા અનેક કાર્યો કર્યા, ગામેગામ વીજળી, રસ્તા, પાણી, ગટર, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ પહોંચાડી, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતી વિકાસયાત્રા અવિરતપણે ચાલું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ખેડૂતોને ખેતકામ માટે રાતના સ્થાને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ બનાવવામાં આવી છે, હવે રાજ્યનો ખેડૂત દિવસે કામ અને રાત્રે આરામ કરશે, તેને રાત્રે ઠંડી, વરસાદમાં પડતી તકલીફો, રાત્રે જાનવરોના હુમલાનું જોખમ નહીં રહે, ખેડૂતની કાર્યક્ષમતામાં વધારો થશે. આજે નીમ કોટેડ યુરિયાના ઉપયોગથી યુરિયાના કૌંભાંડોનો અંત આવ્યો છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ
તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન આરંભેલી સૌની યોજનાંથી આજે નર્મદાના પાણી અનેક કિલોમીટર દૂર સુધી પહોંચ્યાં છે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસે એવો માહોલ બનાવ્યો કે દેશની અઝાદીમાં ફક્ત નહેરુનું જ યોગદાન છે, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને ભુલાવવાના પ્રયત્નો કરી અન્યાય કર્યો પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી સરદાર પટેલની પ્રતિભાના અનુરૂપ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ આપી. હવે આખું વિશ્વ સરદાર પટેલના યોગદાન અને જીવન ચરિત્રને નિહાળશે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વભરના દેશોને ભારતના સામર્થ્ય અને ક્ષમતાનો પરિચય થયો છે. એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને જડબાતોડ અપાયો છે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ ક્ષમતાને કારણે જ આપણા જવાન અભિનંદનને પાકિસ્તાને સલામત રીતે સુપરત કર્યો. કોંગ્રેસની નમાલી સરકારને કારણે 1962માં ચીન સામે ભારતને નમતું જોખવું પડ્યું હતું પણ આજે ચીનને પણ ખબર પડી ગઈ છે કે આ નવું ભારત છે, સક્ષમ ભારત છે.


આજના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, વિધાનસભાના ઇન્ચાર્જશ્રીઓ, પ્રદેશના આગેવાનશ્રીઓ, અગ્રણીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ ધરાસભ્યશ્રીઓ, ભાજપાના અન્ય ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકો તેમજ સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી

यह भी पढ़ें : रेलवे द्वारा माल परिवहन को आकर्षित करने के लिए कुछ और माल प्रोत्साहन योजनाओं की शुरुआत

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!