ભાવનગર રેન્જ આઈજી દ્રારા પોલીસ હેડ કવાર્ટર ખાતેના લાઇન જમાદારને કરવામાં આવ્યા ફરજ મોકુફ

Ashok Kumar TPS

ભાવનગર રેન્જ આઈજી દ્રારા સને૨૦૨૦ ના ભાવનગર જીલ્લાનાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન બેદરકારી દાખવવા બદલ પોલીસ હેડ કવાર્ટર ખાતેના લાઇન જમાદારને કરવામાં આવ્યા ફરજ મોકુફ.

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગર

ભાવનગર, ૨૧ નવેમ્બર: ભાવનગર રેન્જ વડા અશોક કુમાર IPS નાઓ દ્રારા તા.૨૦/૧૧/૨૦૨૦ ના ભાવનગર જીલ્લાના વાર્ષિક ઇન્સપેકશન દરમ્યાન પોલીસ હેડ કવાર્ટર ખાતેની નવાપરા પોલીસ લાઇનની વિઝીટ લેવામાં આવેલ, સદરહું લાઇન વિઝીટ દરમ્યાન પોલીસ લાઇનમાં આવેલ ગાર્ડનમાં ઘાસ ઉગેલુ અને સાફ સફાઇ બાબતે કોઇ પણ પ્રકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ ન હતુ, કવાટર્સની આજુબાજુમાં બિન જરૂરી રીતે પાણી વહેતુ હતુ,પોલીસ હેડ કવાર્ટરમાં જુદા જુદા કવાટર્સની બહાર તથા હાઇ રાઇઝ બિલ્ડીંગના તમામ ફલોર્સ તથા દાદરાઓ ઉપર કચરા સાથેની ખૂબજ ગંદકી જોવા મળેલ, પોલીસ હેડ કવાર્ટર ભાવનગર ખાતેના નવાપરા પોલીસ ‘‘લાઇન જમાદાર’’ તરીકે ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ ખોડુભા સરવૈયાનાઓની લાઇન જમાદાર તરીકે પોલીસ લાઇનની નિયમિત સાફ સફાઇ,ઘાસ કટીંગ કરેલ નથી,

whatsapp banner 1

પોલીસ લાઇનની જાળવણી તથા નિભાવણી કરાવવાની હોવા છતાં તેઓ દ્રારા કોઇપણ જાતની કાર્યવાહી/કરાવવામાં આવેલ નહી જેથી લાઇન જમાદાર તરીકેની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી જણાય આવતા તાત્કાલીક અસરથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નાઓ દ્રારા પોલીસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ખોડુભા સરવૈયાનાઓને ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!