Beti bachao beti padhao Collector VDR edited

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરશ્રીએ નવજાત દીકરીના માતાપિતાને મંજુરી પત્ર અર્પણ કર્યો

Beti bachao beti padhao Collector VDR edited

બેટી બચાઓ બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી: જિલ્લા કલેકટરશ્રીએ નવજાત દીકરીના માતાપિતાને વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર અર્પણ કર્યો: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં

વડોદરા, ૧૩ જાન્યુઆરી: હાલમાં બેટી બચાઓ,બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે.તેના ભાગ રૂપે દીકરીના જન્મને વધાવવા અને આવકારવાનો પ્રેરક સંદેશ આપવા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે નવજાત દીકરીના માતા પિતાને લક્ષ્મી સ્વરૂપ દીકરીના અવતરણ માટે વધાઈ આપવાની સાથે,બાળકી ના રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનામાં સમાવેશનો મંજુરી પત્ર પ્રદાન કર્યો હતો.દીકરીના જન્મને વધાવતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Whatsapp Join Banner Guj

મંજુરી પત્રની સાથે લાભાર્થી માતાપિતાને દીકરી વધામણાં કીટ પણ આપવામાં આવી હતી.આ કીટમાં નવજાત બાળકી માટે નાનું ગાદલું,બે જોડી વસ્ત્રો, હિમાલયાના બાળ સંભાળ ઉત્પાદનો, રમકડાં અને બાળકી માટે બાળોતિયા(ડાયપર) અને કેટલીક માતા ને ઉપયોગી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. વ્હાલી દીકરી યોજના રાજ્ય સરકારે બાળકીના જન્મને પરિવાર અને સમાજ વધાવે અને બાળકી ના ભવિષ્યને આર્થિક સુરક્ષા મળે એવા હેતુસર અમલમાં મૂકી છે એવી જાણકારી આપતાં મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવી બહેને જણાવ્યું કે તેમની કચેરી દ્વારા અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં ૧૧૪૮ નવજાત દીકરીઓના માતાપિતાને આ લાભ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…પૂણેના સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ખાતેથી કોરોનાની કોવિશિલ્ડ વેકસીનના ૯૪,૫૦૦ જેટલા ડોઝ વડોદરા લવાયા