House 2

નિ સહાય ગંગા સ્વરૂપા શ્રમિક મહિલા ઓ ને પાકું ઘર મળ્યું.

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ, ૨૪ ઓક્ટોબર: ખંભાત તાલુકા ના ગુડેલ ગામે રહેતા ગંગા સ્વરૂપા સાસુ વહુ ને ઉપર ની તસ્વીર માં દેખાતા જર્જરીત અવસ્થા ના મકાન માંથી મુક્તિ મળી છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ બંનેને રૂ.૨.૪૦ લાખ ની સહાય પેટે અલગ અલગ પાકું મકાન પ્રાપ્ત થયું છે…

house 8

આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન માન. મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ની પ્રેરણા થી કલેક્ટર શ્રી દિલીપ રાણા ના નેતૃત્વ માં જનવિકાસ ઝુંબેશ હેઠળ ઘર ઘર સર્વે કરી ને ગરીબ શ્રમિક લોકો ને યોજના કીય લાભ આપવાના સંકલ્પ સાથે તારાપુર અને ખંભાત માં ગામેગામ અને ઘર ઘર ફરી ને સરકારીકર્મચારી શ્રી અધિકારી શ્રી , ગ્રામિણ પદાધિકારી શ્રી ઓ ની ટીમો એ ગરીબ શ્રમિક લાભાર્થી ઓ ને શોધી ને સ્થળ ઉપર જ દરખાસ્ત તૈયાર કરી ને જે યોજના ના લાભ ને પાત્ર હોય તેનો લાભ આપવામાં સફળતા મેળવી હતી જેની સંખ્યા એક લાખ કરતા વધુ હતી તે પૈકી ખંભાત તાલુકાના ગુડેલ ગામ નું એક પરિવાર જેમાં બે મહિલા ઓ સાસુ અને વહું એ બંને ગંગા સ્વરૂપા….. સોલંકી રતનબેન ગફુર ભાઈ અને તેઓના દીકરાની વહુ સોલંકી ભીખી બહેન કાળુભાઇ બંને ખુબજ ખરાબ હાલત ના અને જર્જરીત મકાન માં રહેતા હતા .

house 6

આણંદ જિલ્લા માં ખંભાત તાલુકા માં જનવિકાસ ઝુંબેશ હેઠળ પ્રાંત કચેરી ,મામલતદાર કચેરી તાલુકા પંચાયત અને બીજી યોજના કીય કચેરી ઓ ના કર્મચારીઓ અને સ્થાનિક પદા ધિકારીશ્રી ઓ એ તેઓના ઘર ની મુલાકાત લીધી ત્યારે તેઓને જે જે યોજના હેઠળ પાત્રતા આવતી હતી તેની દરખાસ્ત સ્થળ ઉપર જ તૈયાર કરી હતી અને લાભાંવિંત કર્યા હતા

તે પૈકી આબન્ને શ્રમિક મહિલાઓ જે જર્જરિત અને ખરાબ હાલત ના મકાન માં રહેતા હતા, તે કદાચ આજીવન પાકું મકાન બનાવી શકત નહીં એટલી આવક પણ નહોય , ત્યારે તેઓને આ ઝુંબેશ માં પંડિત દિન દયાળ યોજના હેઠળ મકાન ની પાત્રતા આવતા તેનો લાભ મળ્યો અને આ બંને મહિલા ઓ અત્યારે પાકા મકાન માં રહે છે ….અને બે હાથ જોડી રાજ્ય સરકાર શ્રી પ્રત્યે આભાર ભાવ વ્યક્ત કરે છે…..