discharge patient vdr edited

Vadodara News: ખુશીના સમાચાર: સયાજી હોસ્પિટલમાં સાજા થયેલા છ દર્દીઓને રજા આપવામાં આવી

Vadodara News: વડોદરા સમરસ હોસ્ટેલ ખાતે ૫૦૦ ને બદલે ૧૦૦૦ પથારીની કોવિડ સારવાર સુવિધા રખાશે

Vadodara News: કાળા વાદળની રૂપેરી કોર: સયાજી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય સેવકોની મહેનત રંગ લાવી રહી છે આત્મ વિશ્વાસ દર્દીઓને સાજા થવામાં મદદરૂપ બને છે

વડોદરા: ૧૬ એપ્રિલ: Vadodara News: કોવિડ સામેની તબીબી લડાઈ માં તબીબો સહિત સમગ્ર ટીમ સયાજીને પ્રોત્સાહક સફળતા મળી રહી છે.વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું કે બીમારીના આ બીજા દૌરમાં આજે પ્રથમવાર સાજા થયેલા છ દર્દીઓને એકસામટી રજા આપવાનો પ્રસંગ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો સાથે ટીમ સયાજીએ આનંદની લાગણી અનુભવી છે.આ સફળતામાં તબીબોની કુશળતા, સ્ટાફની નિષ્ઠા સાથે દર્દીઓનો પોતાનો આત્મ વિશ્વાસ અગત્યનો બની રહ્યો છે.

Whatsapp Join Banner Guj

Vadodara News: કાળા વાદળની રૂપેરી કોર: સયાજી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય સેવકોની મહેનત રંગ લાવી રહી છે આત્મ વિશ્વાસ દર્દીઓને સાજા થવામાં મદદરૂપ બને છે

સમય ચોક્કસ કટોકટીનો કાળા ડીબાંગ વાદળ જેવો છે.પરંતુ હજારો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી હોય છે.દરેક કાળા વાદળને એક રૂપેરી કોર જરૂર હોય છે. આ કહેવતો સયાજી હોસ્પિટલમાં સમર્પિત તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા પુરવાર કરવામાં આવી રહી છે.કોરોના હઠીલો છે તો રોગીઓને સાજા કરવાની આ લોકોની પણ જીદ છે.જેના લીધે દર્દીઓમાં રોગમુક્ત થવાનો વિશ્વાસ બંધાય છે અને ધીરજ પૂર્વકની સારવારથી તેઓ કોરોના ને હરાવી રહ્યાં છે.

આ વખતનો કોરોના થોડો અઘરો છે,દર્દીઓથી દવાખાનું ભરેલું છે,તેમ છતાં શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાના ધ્યેય અને લોકોને રોગ મુક્ત કરવાના લક્ષ્ય સાથે ટીમ સયાજી સતત કાર્યરત છે તેવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે કટોકટીના સંજોગોમાં ઉમદા સારવારની પરંપરા જાળવવાના અમારા પ્રયત્નોને પરમાત્મા સારું પરિણામ આપી રહ્યો છે .જ્યારે કોઈ દર્દી સાજો થાય છે ત્યારે અમને મોટું ઈનામ મળ્યાની લાગણી થાય છે.દર્દીઓના સકારાત્મક પ્રતિભાવો અમને પ્રોત્સાહિત કરે છે.

Corona ward sayaji hospital

જેમ કે વાસણા રોડના પ્રેમસિંગ સોની કહે છે કે મને તબીબો અને સ્ટાફે દિવસ રાત સમયે સમયે જરૂરી દવાઓ આપી છે. બઢીયા લગ રહા હૈ,ટ્રીટમેન્ટ બહુત અચ્છા હુઆ…આ એમના ઉદગારો છે.લગભગ ૧૫ દિવસની સઘન સારવારથી તેઓ સ્વસ્થતા અનુભવી રહ્યાં છે.
તો માંજલપુરના ચંદ્રેશ વૈદ્ય ૮ મી એપ્રીલના રોજ દાખલ થયાં હતાં.તેઓ કહે છે કે હવે મારી તબિયત સારી છે,ડોકટરથી લઈને બધી સારી સુવિધાઓ છે. નીતા શાહ કોરોના પોઝિટિવ આવતા નવમી એપ્રિલે દાખલ થયાં હતાં.હવે તબિયત ખૂબ સુધરી છે.તેઓ પણ કહે છે કે સારવાર સારી મળી છે.

ADVT Dental Titanium

અન્ય એક દર્દી આનંદીબેન પટેલ એમની સાજગીથી આનંદિત થયાં છે.તેઓ કહે છે કે બધું મટી ગયું છે.સુગર વુગર બધું કંપ્લિટ થઈ ગયું છે.
માંજલપુરના કોકિલાબેન પ્રજાપતિએ દશેક દિવસની સારવાર પૂરી કરી છે.તેઓ કહે છે હવે બધું સારું થઈ ગયું છે.ટ્રીટમેન્ટ બહુ સરસ છે.
સયાજી હોસ્પિટલની આખી ટીમ ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ છેલ્લા સવા વર્ષથી સતત કોરોના સારવારમાં વ્યસ્ત છે.જેના પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે.

Vadodara News: વડોદરા સમરસ હોસ્ટેલ ખાતે ૫૦૦ ને બદલે ૧૦૦૦ પથારીની કોવિડ સારવાર સુવિધા રખાશે

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે વડોદરા પોલીટેકનિક કોલેજ નજીકની સમરસ હોસ્ટેલમાં સમર્પિત કોવિડ હોસ્પિટલ બનાવવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ સ્થળે હવે ૫૦૦ ને બદલે ૧૦૦૦ પથારીની સારવાર ક્ષમતા ઊભી કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ સ્થળે ઓકસીજન સંગ્રહ ટાંકીઓ સ્થાપિત કરવાની સાથે પાઇપ લાઈન બિછાવવા સહિતના કામો પુરજોશમાં ચાલી રહ્યાં છે.આવતીકાલ સુધીમાં પ્રથમ તબક્કામાં ૪૦૦ પથારીની સારવાર સુવિધા શરૂ થઈ જવાની અપેક્ષા છે.

આ પણ વાંચો..જુઓ વીડિયોઃ વિશ્વમાં સૌથી લાંબા વાળનો રેકોર્ડ ધરાવતી ગુજરાતી છોકરી, આખરે વાળ કાપ્યા (world longest hair)- જાણો કારણ?