Rakshita SIMS

અમદાવાદના સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો

  • સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
  • અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો
  • કોવીડ એરામાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ _ ડૉ. ધીરેન શાહ, નિયામક , સિમ્સ હોસ્પિટલ
Rakshita SIMS
મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનું ઓપરેશન મુખ્યમંત્રીશ્રીના અભિગમને પગલે સફળતાપૂર્વક સંપન્ન થયું.

અમદાવાદ,૧૬ જુલાઇ ૨૦૨૦

અમદાવાદનાઅમરાઈવાડી વિસ્તારના 35 વર્ષીય સાક્ષીતા બહેનને છેલ્લા દસ વર્ષથી હૃદયની તકલીફ હતી. સાક્ષીતા બહેનનું હૃદય માત્ર ૨૦ ટકા કામ કરી રહ્યું હતું. સરકારી તથા ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચ કહેવામાં આવ્યો તે સાક્ષીતા બહેનના પરિવાર માટે આર્થિક ક્ષમતા બહાર હતો.

Rakshita SIMS 2


આવા કપરા સમયે સાક્ષીતા બહેનના પતિ પંકજભાઈને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ મેળવી શકાય છે તેવી જાણ થઈ. પંકજભાઈએ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં અરજી કરતાં નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી. પંકજભાઈને જલ્દીથી આર્થિક સહાય મળે તે માટે અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલે પણ સંકલન સાધી મદદ કરી. સત્વરે આર્થિક સહાયની જોગવાઇ થતાં સાક્ષી બહેનનું ઓપરેશન સફળતાપૂર્વક સત્વરે પૂરું કરી શકાયુ.’ મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનું ઓપરેશન મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમને પગલે સફળતાપૂર્વક સંપન્ન થયું.

સાક્ષીતા બહેનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ડૉ. ધીરેન શાહ જણાવે છે કે, આ ગુજરાતનું 10 મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે. સાક્ષીતા બહેન હૃદયની બીમારીથી પીડાતા હતા. શિક્ષિકા બહેનને થોડા વર્ષો પહેલા પ્રસુતિના સમયે હૃદય પર ગંભીર અસર થઇ હતી જેના કારણે સાક્ષીતા બહેનના હૃદયની કાર્યક્ષમતા સતત ઘટી રહી હતી. તેઓનું હ્રદય માત્ર ૨૦ ટકા કામ કરી રહ્યું હતું આવા સમયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો. મધ્યમ આર્થિક પરિસ્થિતિના પંકજભાઈને સમયસર સરકાર તરફથી સહાયની જોગવાઇ થતાં તેઓ ઓપરેશન કરાવી શક્યા છે.

Dr Dhiraj Shah SIMS
ડૉ. ધીરેન શાહ, નિયામક , સિમ્સ હોસ્પિટલ

ડૉ. ધીરેન વધુમાં જણાવે છે કે પી.પી.ઇ. કીટ પહેરીને કરાયેલું કોવિડ એરાનું ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું. જેમાં ઓપરેશન પહેલા તબીબ અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૩૫ જેટલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેથી દર્દીને સંક્રમણથી બચાવી શકાય.

ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલે કહ્યું કે, મહામારીના આ કપરા સમયે જરૂરીયાતમંદ પરિવારને હોસ્પિટલના ખર્ચમાં સમયસર મદદ મળી રહે તેવી દરકાર કરી મુખ્યમંત્રીશ્રીએ તેઓની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.

રિપોર્ટ:રાહુલ પટેલ,અમદાવાદ

*********