Discharge Patient

સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર

Discharge Patient
  • રાજકોટ:સમરસની કોરોનાની સારવારથી અમને નવજીવન મળ્યું છે: દર્દીઓએ આપ્યો પ્રતિભાવ
  • સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટની સમરસ હોસ્ટેલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે .રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રના સંકલનથી કોરોનાની અદ્યતન સારવારને લીધે દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે. આ દર્દીઓએ આજે સમરસની કોરોનાની સારવારથી નવજીવન મળ્યાનો પ્રતિભાવ આપ્યો હતો.

રાજકોટના ભાવેશભાઈ પરસોતમભાઈએ ડીસ્ચાર્જ થતી વેળાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતના દિવસોમાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ખાસ કોઈ તકલીફ પડી ન હતી પરંતુ દસ દિવસ પછી શ્વાસ લેવામાં તકલીફ થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલ અને બાદમાં સુધારો આવતા સમરસ ખાતે એમને રીફર કરવામાં આવ્યા હતા. સમરસમાં સારવાર ઉપરાંત જમવા અને રહેવાની અને નિયમિત આરોગ્યની તપાસ થતી હોવાનું જણાવી તેમણે અદ્યતન સારવાર અને સગવડતા બદલ તંત્રનો આભાર માન્યો હતો.

Advertisement

 પ્રવીણભાઈ હરિપ્રસાદભાઈએ જણાવ્યું હતું કે સમયસરની કોરોના અંગેની સારવારથી તેમને નવજીવન મળ્યું છે. અહીં કોઈ પણ પ્રકારની તકલીફ દર્દીને ન પડે તે માટે તબીબો અને સ્ટાફ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. ચંપાબેન રાઠોડ નામના દર્દીએ તંત્રની સારવાર અંગે રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અહીં નિયમિત દેખરેખ રાખવામાં આવતી હોવાથી દર્દીને કોઇ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. સમરસમાં સારવાર આપતા ડો. મેહુલ પરમાર અને ડો. અભય ગંગદેવએ જણાવ્યું હતું કે કોરોના સાથે અન્ય બીમારી અને ઉંમર હોય તો પણ સમયસર સારવારથી દર્દિ સાજા થઇ જાય છે આજે વાલજીભાઈ નામના ૭૯ વર્ષના વૃદ્ધને અન્ય થોડી ઘણી તકલીફ હોવા છતાં તેમણે કોરોના ને મહાત આપી છે તેમ જણાવ્યું હતું.

loading…