Tajpura village 2

Tajpura village: તાજપુરાના લોકો સ્વયં જાગૃતિથી ગામને કોરોના મુક્ત રાખવાની સાથે કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે શાકભાજી પૂરાં પાડે છે

Tajpura village: ૯૫ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને પોતે સ્વીકારેલા નિયંત્રણોનું પાલન કરે છે

Tajpura village: સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના આ બીજા મોજામાં શહેરોની સાથે ગામડાઓ પણ સંક્રમણથી બચી શક્યા નથી. કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાના પાદરાથી માત્ર ત્રણ કિ.મી દૂર આવેલ તાજપુરા ગામે મારુ ગામ કોરોનામુક્ત ગામ ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે. ગ્રામજનો ધારે તો કોવીડ- ૧૯ મહામારીનો મુકાબલો કરી આ રોગથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ સંગઠિત થઈ પુરૂ પાડ્યું છે. સરપંચ ધ્રુવિત પટેલ ગામને કોરોના સંક્રમણથી બચાવવાનો સમગ્ર શ્રેય ગ્રામજનોને આપતા જણાવ્યું કે ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની વખતોવખતની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે.

Whatsapp Join Banner Guj

કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં ગામમાં (Tajpura village) કોરોનાને પ્રવેશતો કેવી રીતે અટકાવ્યો તે અંગે ગામના યુવા સરપંચ શ્રી ધૃમિત પટેલ કહે છે કે અમારા ગામમાં શરૂઆતથી કોવીડ કમિટીની રચના કરવામાં આવી હતી.તાજપુરાના ગ્રામજનો અને કોવિડ કમિટીએ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કર્યા અને ગ્રામજનો સતર્ક રહ્યા જેના કારણે આ કપરા કાળમાં પણ ગામ માં કોરોનાની કોઈ ગંભીર અસર થઈ નહી.

સરપંચ ધ્રુવિતભાઈ કહે છે કે કોરોના બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા છે

સરપંચ ધ્રુવિત પટેલના કહે છે કે જયારથી રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી ગામમાં (Tajpura village) કોવિડ કમિટીની રચના કરવામા આવી અને ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરી એક્શન પ્લાન ઘડી તેનો અસરકારક અમલ કરવામા આવ્યો હતો. જેમાં વખતો વખત ગામના દરેક વિસ્તારને સેનેટાઇજ કરવા સાથે ગામમા પંચાયત તરફથી દરેક લોકો ને સેનેટાઇજર અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. ગામમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં આવતા સબંધીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલું જ નહી ગામની જાહેર જગ્યાઓ અને દુકાનો અને ફળિયા બહાર નો માસ્ક નો એન્ટ્રી ના બોર્ડ લગાવામા આવ્યા છે.ગામમા ચોરો કે જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્ટની સખ્ત અમલ વારી કરવામાં આવે છે.

Tajpura village

કોરોના મહામારી વચ્ચે ગામમાં (Tajpura village) સાત જેટલા લગ્ન પ્રસંગ કોવીડની નિર્ધારિત ગાઈડ લાઈન પ્રમાણે યોજાયા હતા. સરપંચ ધ્રુવીત પટેલે જણાવ્યું કે તાજપુરા ગામ લોકોની સતર્કતા કારણે કોરોનાના બીજા વેવના સંક્રમણથી બચ્યું છે. ગામમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા કેસો પણ નહિવત પ્રમાણમાં છે. તેઓ કહે છે કે કોરોના રસી અંગે લોકોને ભ્રામક વાતોમાંથી બહાર લાવવા પંચાયતના સભ્યોએ વોર્ડ વાર વ્યાપક લોકજાગૃતિ ઊભી કરી જેનાથી ગામમાં ૯૫ ટકા લોકોએ કોવિડ વેક્સીનનો પ્રથમ ડોજ પણ લઈ લીધો છે છતા ગામમા હાલમાં લોકો કોરોના સામે પૂરતી સાવધાની અને સાવચેતી રાખી રહ્યા છે.

તાજપુરા ગ્રામજનો દ્વારા વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભા મંડપમાં કોવીડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શાકભાજીની સેવા પણ આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગ્રામજનોની સતર્કતા કેવું પરિણામ લાવી શકે છે તેનું અનુકરણીય ઉદાહરણ તાજપુરાના ગ્રામજનોએ પુરૂ પાડ્યું નવી દિશા ચીંધી છે.

આ પણ વાંચો…ST Bus: એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે: મુખ્યમંત્રી

ADVT Dental Titanium