children nutrition park scaled

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

children nutrition park

સ્ટેચ્યુ ઓફ યુનિટી

આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

  • ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.
  • એકતા મોલમાં પ્રવાસીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.
  • કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.

અહેવાલ: સત્યમ બારોટ

રાજપીપલા, ૦૬ ઓક્ટોબર: કેવડીયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં આવેલ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક ,કેવડીયા ગત ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા બાદ હવે આગામી ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ થી વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડૂન ન્યુટ્રીશિયન પાર્ક,એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ પણ પ્રવાસીઓ માટે પ્રવેશ આપવામાં આવશે.

માર્ચ મહીનાથી કોરોના સંક્રમણને કારણે પ્રવાસન સ્થળો બંધ કરાયા હતા,હાલમાં સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે એક બાદ એક પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાઇ રહ્યા છે. ગત તા. ૧લી સપ્ટેમ્બરથી સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (જંગલ સફારી- ઝેવડીયા)ને કોવિડ-૧૯ની ગાઈડલાઇનનાં ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓની સેવામાં ખુલ્લા મુકાયા બાદ હવે વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડૂન ન્યુટ્રીશિયન પાર્ક,એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકાશે.

Advt Banner Header

આ માટે કોવિડ-૧૯ની સ્થિતીને ધ્યાને લઇને કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે,તે પ્રમાણે ચિલ્ડૂન ન્યુટ્રીશિયન પાર્કમાં ૧૦ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.એક સ્લોટ એક કલાકનો રહેશે, દર કલાકે ૬૦ વ્યક્તિઓને પ્રવેશ અપાશે.સમગ્ર દીવસ દરમ્યાન માત્ર ૬૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે.

ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનો સમય
સવારે ૧૦.૩૦થી રાતનાં ૦૮.૩૦ સુધીનો રહેશે. ચિલ્ડૂન ન્યુટ્રીશિયન પાર્કમાં કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે. હાલની કોરોનાની સ્થિતિને જોતા મળેલ ગાઈડલાઈન પ્રમાણે ચિલ્ડૂન ન્યુટ્રિશિયન પાર્કમાં અગાઉથી ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ આપવામાં આવશે.

અનેકતામાં એકતાનો સંદેશો ફેલાવતા એકતા મોલ પણ આગામી ૧૦ ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે,જયા સમગ્ર ભારત દેશનાં હાથ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે.એકતા મોલમાં કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. મોલમાં પ્રવેશ સમયે અને દુકાનમાં પ્રવેશ સમયે સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવશે.એકતા મોલમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે.

loading…