કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

Cotton edited

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૧૬ મિલી   દવા ૧ પમ્પમાં નાખીને વરાપે છંટકાવ કરવો. કપાસમાં  ગુલાબી ઇયળના નર ફુદાને એકત્રીત કરવા માટે હેકટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી ઇયળોનું શરુઆતની અવસ્થાથી જ નિંયત્રણ કરી શકાય. 

કપાસમાં ગુલાબી ઈયળથી નુકશાન પામેલ ફૂલ અને ચાપવા તોડીને જમીનમાં દાટી દેવા. વધુ નુકશાન હોય તો  પ્રોફેનોફોસ ૫૦%  ઇ.સી. ૨૦ મી.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ મિલી બીવેરીયા બાસીઆના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ  ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. બી.ટી. કપાસમાં યુરીયા અને એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ દરેક ૩૦ કી.ગ્રા./હે. પુરતી ખાતર તરીકે આપવું. બી.ટી. કપાસમાં  ફૂલ ભમરી, ઝીન્ડવા બનવા અને  ઝીન્ડવાના વિકાસની અવસ્થાએ ૨ ટકા પોટેશિયમ નાયટ્રેટના દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ)છંટકાવ કરવો. બી.ટી. કપાસમાં વાવેતર બાદ ૬૦, ૭૫ અને ૯૦ દિવસે ૧  ટકા મલ્ટી માયક્રોન્યુટ્રીયન્ટના દ્રાવણનો (૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ)છંટકાવ કરવો.

બી.ટી. કપાસમાં ૪.૫ થી ૫ ફૂટની ઊંચાઈએ ઉપરની ટોચ કાપવી, જેથી સારો ફાલ લાગે. તેમજ  કપાસના પાકમાં  ફૂલ ભમરી ખરતી અટકાવવા અને સારો ફાલ લાગે તે માટે નેપ્થૅલીન‌  એસેટિક ઍસીડનુ 3૦ પીપીઍમ દ્રાવણ છાંટવુ (પ્લાનૉફિક્સ 7.5 મિલી ૧0 લીટર પાણીમા મિશ્ર કરીને છાટવું તેમજ જરૂરિયાત મુજબ પિયત આપવું) તેમ ગ્રામીણ કૃષિ  મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જનાગઢ કૃષિ યુનિવર્સિટી.,તરઘડિયાના વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરાઇ છે.

error: Content is protected !!