Beti padhao 2

બેટી બચાવો….બેટી પઢાવો અભિયાનના સફળ પાંચ વર્ષ

Beti padhao 4
  • ગાગરમાં સાગર કહેવત મુજબ નાના એવા ધ્રોલ ગામે બેટી પઢાવો અભિયાન દેશભર માં ઉદાહરણરૂપ
  • ધ્રોલમાં ૧૧ થી ૧૮ વર્ષની અભ્યાસ છોડી દીધેલ ૭૦૦ દીકરીઓને ફરી શિક્ષણ અપાયું.


અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ જાન્યુઆરી:
વર્ષ ૨૦૧૫ ના ૨૨જાન્યુઆરી એ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ વ્યાપી સર્વ શિક્ષા અભિયાન માં બેટી બચાવો… બેટી પઢાવો અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી, પાંચ વર્ષ પૂર્વે રોપવામાં આવેલા આ બીજ આજે દેશભરમાં મોટું વટવૃક્ષ બની ગયું છે અને લાખો દીકરીઓ જેમને ભણતર છોડી દીધું હતું તે આજે ફરી શિક્ષણ મેળવી રહી છે, તેમાં જામનાગરનું ધ્રોલ કેન્દ્ર પણ સરહાનિય કાર્ય કરી રહ્યું છે.

Beti padhao 2

જામનગરના ધ્રોલમાં ગુજકોસ્ટ અને શ્રી એમ.ડી.મેહતા ટ્રસ્ટ દ્વારા મહિલા બાળ વિકાસ કચેરીના સંયુક્ત પ્રયાસો થી આજે વર્ષભર માં ૭૦૦ થી વધુ બાળાઓને ફરી ભણતર તરફ લાવવામાં સફળતા મળી છે.

Whatsapp Join Banner Guj

ધ્રોલના કેન્દ્ર પર આ નિમિતે ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર – ધ્રોલ દ્વારા મહિલા-બાળ અધિકારી કચેરી, જામનગર અને ICDS –ધ્રોલના સહયોગથી ધ્રોલ વિસ્તારની ૧૧ થી ૧૮ વર્ષની આશરે ૧૦૦ જેટલી બહેનો કે જેઓએ અભ્યાસ છોડી દીધેલ છે અને તેઓને શિક્ષણમાં અભિરુચિ વધારવા માટે વિજ્ઞાનકેન્દ્ર–ધ્રોલ સ્થળે “બેટી બચાવો…બેટી પઢાવો…” અંતર્ગત શિક્ષણમાં અભિરૂચી વધારતો વિજ્ઞાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિજ્ઞાનકેન્દ્રનાં તજજ્ઞ ડો.સંજય પંડ્યા દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, અંધશ્રદ્ધા નિર્મૂલન, પ્લાસ્ટિક બોટલના ફરી ઉપયોગ પ્રવૃતિનું પ્રાયોગિક નિદર્શન કરાવી તેઓનું તેને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું.

Beti padhao 3

સાથે તેઓની આ સેમિનાર અનુલક્ષી એક ટેસ્ટ લેવામાં આવી હતી. શ્રેષ્ઠને પારિતોષિક અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે વર્ષ ૧૧ થી ૧૮ ની બહેનો માટેની યોજનાની ચર્ચા ધ્રોલ તાલુકાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. નર્મદાબેન ઠોરીયા, દહેજ પ્રતિબંધક અધિકારી – જામનગરનાં હંસાબેન, ડીવીઝનલ કો-ઓર્ડીનેટર શ્રેયશભાઈ જોશી, સખી વન્સ સ્ટોપ સેન્ટરનાં કો-ઓર્ડીનેટર દક્ષાબેન, જિલ્લા કો-ઓર્ડીનેટર સેખપૂર્ણાનાં મેઘલબેન દ્વારા કરવામાં આવેલ. સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ શિક્ષણ અને પોષણ મેળવવાની પ્રેરણા બહેનોને આપેલ. કાર્યક્રમનાં સફળ આયોજનમાં આઈ.સી.ડી.એસ. – ધ્રોલનાં અમીનભાઈ, મહેબુબભાઈ, પુજાબેને સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ થકી સામેલ બાળાઓને તેના જીવન ઉપયોગી પ્રવૃતિઓનું નિદર્શન કરાવતા તેઓને એવો અહેસાસ થયો કે જો ભણતર હશે તો આપણે આપણા જીવનમાં જાગૃત બની તંદુરસ્ત, અંધશ્રદ્ધા મુક્ત, પ્રદુષણમુક્ત રહીશું.

આ સમાજ ઉપયોગી કાર્યને અસરકારક બનાવવા બદલ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા અને ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતાએ કાર્યક્રમમાં સામેલ થનાર તમામને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

આ પણ વાંચો…પ્રખ્યાત ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું 80 વર્ષે નિધન, વડાપ્રધાને આપી શ્રંદ્ધાજલિ