
નવી દિલ્હી, 14 જાન્યુઆરીઃ છેલ્લા નવ નવ મહિનાથી ફોનમા કોરોનાની કોલર ટ્યુન સાંભળીને લોકો કંટાળ્યા હતાં. હવે યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાયું છે કે જે રીતે લાંબી ને લાંબા સમયથી વાગતી ટેપ સાંભળીને લોકો એન્ગઝાઇટી નો ભોગ બની રહયાં છે.
આમ તો કોરોનાની કોલર ટ્યૂન, લોકોમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેનાથી માનસિક રીતે લોકો કંટાળ્યા છે. કેમ કે, કોઈપણ બાબત વધુ વખત સાંભળવામાં આવે એટલે તેનાથી લોકો ગુસ્સો, અકળામણ અને અન્ય કેટલીક બાબતોની તેમના મન અને શરીર પર ઊંડી અસર થઈ છે.
કોરોનાની કોલર ટ્યૂનને લઈ 1190 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થિનીએ સરવે કર્યો હતો. જેમાં 90.70 % લોકો કોઈ ઈમરજન્સી ફોન કરવાનો હોય અને કોરોનાની ટ્યૂન પૂરી થાય તેની રાહ જોવી પડે ત્યારે અકળામણ કે ગુસ્સો અનુભવે છે.
85.30% એ ના અને 14.70 % લોકોએ એ કહ્યું કે કોરોના ટ્યૂનથી હવે કંટાળ્યા, સમયની બરબાદી છે. ઈમરજન્સી માં માણસ મરી જાય પછી સામે રિંગ જાય એવું બની શકે છે.કોરોનાની ટ્યૂન સાંભળવી ન પડે તે માટે કોઈ કીમિયો અજમાવો છો? એ સવાલના જવાબમાં 65.30 % એ ‘હા’ અને 34.70% એ ‘ના’ કહી હતી.
જ્યારે આ ટ્યૂન હવે રાખવી જોઈએ નહીં એવું કહેનારા 100 માંથી 91 લોકો હતાં. જેનો અર્થ એ થયો કે સરકારે હવે વહેલી તકે કોરોનાની કોલર ટ્યુન કાઢી નાખવી જોઈએ એમ દેશવાસીઓ ની માંગ છે.
આ પણ વાંચો…