“સશસ્ત્ર દળ ઝંડા દિવસ” ચિત્રકામ સ્પર્ધાનું આયોજન

૩૦મી નવેમ્બર સુધી કલાકૃતિ જમા કરાવી શકાશે

Flag art

અમદાવાદ, ૧૭ નવેમ્બર: ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને તેમણે આપેલા બલિદાનો અંગે વિશાળ જનસમુદાયમાં ઉત્સાહ જગાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા MyGov પ્લેટફોર્મના માધ્યમથી સશસ્ત્ર દળ ઝંડા દિવસ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની થીમ ‘સશસ્ત્ર દળના પીઢ જવાનોને વંદન’ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં પોતાની કલાકૃતિઓ જમા કરાવવા માટેની અંતિમ તારીખ 30 નવેમ્બર 2020 છે અને તમામ લોકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.

whatsapp banner 1

આપણા દેશની સરહદો પર અને દેશના આંતરિક હિસ્સાઓમાં શત્રુઓ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે ગણવેશમાં સજ્જ સૈન્યના જવાનોના માનમાં દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં સશસ્ત્ર દળ ઝંડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા દેશને પૂરી પાડવામાં આવતી સેવાઓને યાદ કરવામાં આવે છે. આ ઝંડામાં લાલ, ઘેરો વાદળી અને આછો વાદળી રંગ અનુક્રમે ભારતના આર્મી, નેવી અને એરફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે.

આ સ્પર્ધાની વધુ વિગતો માટે, કલાકારો https://www.mygov.in/task/art-competition-armed-forces-flag-day/ ની મુલાકાત લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!