WhatsApp Image 2020 10 15 at 6.05.43 PM

સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા

WhatsApp Image 2020 10 15 at 6.05.43 PM

સુરત, ૧૪ ઓક્ટોબર: સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ જનજાગ્રુતિ આંદોલનના ભાગરુપે સુરત જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે કોવિડ-૧૯ અંગે શપથ લેવડાવ્યા હતા.

આ દરમિયાન તેમણે કોરોના અટકાયત અંગેની ઉમદા કામગીરી કરનારા સુરત જિલ્લાના તમામ અધિકારી, કર્મચારીઓ અને તમામ કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા હતા.