Ro RO ferry ship 2

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા સરકારના વિચારણા

Ro Ro Ferry ship Bhavnagar
  • જળ પરિવહન નાં વિકાસ માટે સરકાર કટિબદ્ધ
  • ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા વિચારણા

અહેવાલ: દિનેશ મકવાણા

ભાવનગર, ૨૫ નવેમ્બર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે કારગર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ તાજેતર માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવેલ.ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થવાનાં કારણે બાય રોડ પરિવહન દ્વારા લાગતા સમય માં તેમજ ઇંધણ માં ઘટાડો થતા સારો એવો પ્રતિસાદ રોપેક્ષ ફેરી ને મળતા આગામી દિવસોમાં ઘોઘા થી હજીરા માટે વધુ એક રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ કરવા સરકાર તેમજ રાજકીય નેતાઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવતા સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત માટે વિકાસ નાં દવાર ખુલવા જઈ રહ્યા છે.

whatsapp banner 1

ભાવનગર જીલ્લાના ઘોઘા થી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસ ની શરૂઆત થાય તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને કઇ રીતે જોડી શકાય, કઇ રીતે સડક માર્ગના અંતરને ઓછું કરી જળમાર્ગ સાથે જોડી શકાય તે દિશામાં કામગીરી કરવામાં સરકાર આગળ ધપી રહી છે.તાજેતરમાં જ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ નું પ્રધાનમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવેલ.ત્યારબાદ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ નો સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાત નાં મોટા ભાગ નાં લોકો તેમજ વેપારીઓ દ્વારા આ ફેરી સર્વિસ નો લાભ લેવામાં આવતા રોપેક્ષ ફેરી સર્વિસ ને સારો એવો જન્પ્રતીસાદ મળતા આગામી દિવસોમાં સરકાર દ્વારા વધુ એક ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

Ro Ro Ferry ship Bhavnagar

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થતા બાય રોડ પર થતા પરિવહન સમય માં ઘટાડો થયો તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહનમાં પણ ઝડપ આવતા ઉદ્યોગ જગત માં પણ નવી ક્રાંતિ નું નિર્માણ પણ આવનાર દિવસોમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારિક દ્રષ્ટિએ નજીક આવવાના છે અને તેનો સીધો લાભ ભાવનગર જીલ્લા ને મળવા જઈ રહ્યો છે.આ ઉપરાંત ઘોઘા-હજીરા ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા-મુંબઈ ફેરી સર્વિસ ચાલુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે .ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ભાવનગર-મુંબઇ વચ્ચે રેલ, સડક અને હવાઇ કનેક્ટિવિટી છે, હવે જળમાર્ગથી આ બંને શહેરોને જોડવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. હજીરા-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવનાર ફેરીને ઘોઘા-હજીરા-મુંબઇ રૂટમાં તબદીલ કરવા માટે યોજના ચાલી રહી છે.

ભાવનગર જિલ્લાના વિકાસ માટે મુંબઇ સુધીનો જળમાર્ગ વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે.આ ઉપરાંત પીપાવાવ પોર્ટ ને પણ રોપેક્ષ ફેરી સર્વિસ નો લાભ મળે તે દિશામાં પણ વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા જણાવેલ.