Dhanvantari

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

Dhanvantari 4

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ

એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા

 અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન ટેમ્પરેચર સાથે આરોગ્ય કર્મીઓ આશરે ૪ મહિનાથી ધન્વંતરી રથ દ્વારા કોરોના સામે લોકોના જીવન રથને સુરક્ષા પ્રદાન કરવા માટે અહર્નિશ પોતાની સેવા આપી રહ્યા છે.

 ઈન્ડ્રટસ્ટ્રીયલ વિસ્તારમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સર્વે કરી અને એન્ટીજન ટેસ્ટ કરીને કોરોનાને ખાળવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ખીરસરા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાંચ દિવસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ સંબંધિત વિસ્તારની મુલાકાત લઈને સર્વેની કામગીરીની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા. 

Advertisement

 મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારની અલગ અલગ જગ્યાઓમાં જઈને ત્રણ ધન્વંતરી રથ અને ૧૫ ટીમો દ્વારા દરરોજ કારખાનાઓમાં જઈને સર્વે કરીને કુલ ૪૨૯ જેટલા વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી જી.આઈ.ડી.સી.વિસ્તારના ૧૪ અને જી.આઈ.ડી.સી.વિસ્તારની બહારના ૧૩ વ્યક્તિઓ સહિત ૨૭ લોકોના કોરોના એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.

 એફ.એચ.ડબલ્યુ, એમ.પી.ડબલ્ય, આશા બહેનો અને સ્કુલ ટીચર્સ બહેનોની દ્વારા કોરોના એન્ટીજન પોઝીટીવ આવેલ વ્યક્તિઓને જરૂરી સારવાર, દવાઓ આપીને હોમ આઈસોલેટેડ અને ફેસીલીટીમાં રીફર કરવામાં આવ્યા હતા, તેમ મેડીકલ ઓફીસર, પી.એચ.સી.-ખીરસરાની યાદીમાં જણાવાયું છે.