sanitary pads

રાષ્ટ્રીય બાલિકા દિને ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ

sanitary pads 4 edited

National Girl Child Day
રાષ્ટ્રીય બાલિકા દિને ગોકુલધામ-નાર દ્વારા
સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ

Whatsapp Join Banner Guj

આણંદ,૨૫ જાન્યુઆરી: તાજેતરમાં ગોકુલધામ-નાર મુકામે સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.ગોકુલધામ-નારના સંતો પૂ.શુકદેવ સ્વામી અને હરિકેશવ સ્વામીના વિચાર અને આશીર્વાદથી સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી કાર્યક્રમ યોજાયો. સાંપ્રત સમયમાં આરોગ્યની બાબતમાં સમગ્ર માનવજાત સજાગ તથા ચિંતિત છે ત્યારે પ્રાકૃતિક સર્જન પ્રમાણે સ્ત્રીઓને આવતા માસિક ધર્મમાં સરળતાથી ૪ દિવસ પસાર થાય અને આરોગ્યને હાનિ ન થાય તેવા હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો કે જેઓ ભગવાનની આજ્ઞા અને ધાર્મિક મર્યાદાઓના કારણે મહિલાઓથી એક અંતર રાખવામાં આવે છે પરંતુ બીજી તરફ મહિલાઓની સંવેદનાને પણ જોઇ શકે છે ધર્મ જ્યારે સમાજના છેવાડાના માણસોની પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ કરવા કટિબ્ધ બને ત્યારે સમાજ વ્યવસ્થામાં અનેક ગણી સ્વસ્થતાનાં દર્શન થાય છે.

ગોકુલધામ દ્વારા અનેકવિધ સામાજિક શૈક્ષણિક,ધાર્મિક અને આરોગ્યલક્ષી સેવાઓ થઈ રહી છે. તેના ભાગરૂપે ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યુ. જેમાં ગામડાઓની ૧૫ થી ૩૦ વર્ષની ૧૦ હજાર મહિલાઓને છ માસ ચાલે તેવા ૩૪ પેડનુ એક-એક બોક્ષ આપવામાં આવનાર છે. તેના પ્રતિકાત્મક વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સાંખ્યયોગી ગીતાબા રાધાબા તેમજ સામાજિક કાર્યકર આશાબહેન દલાલ, સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના પારૂલબેન સંજયભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞ વક્તા તરીકે ડૉ.કવિતાબેન ત્રિવેદી અને કૃપાબેન દોશીએ સુંદર વક્તવ્ય આપ્યુ હતુ.

sanitary pads 5

આ પ્રસંગે દિપાલીબેન મિતેષભાઇ પટેલ, પેટલાદ પ્રાંત ઓફિસરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ પેટલાદના મામલતદારશ્રી મહેશ્વરીબેન રાઠોડ ખાસ ઉપસ્થિત રહિને પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. સમારંભમાં કાર્યક્રમનું સંચાલન સાંખ્યયોગી રાધાબાએ કર્યુ હતું. સંસ્થા પરિચય ભૂમિબેન જૈમિનભાઇ પટેલે આપ્યો હતો અને આભાર દર્શન સોનલબેન પટેલ કર્યુ.

આ પણ વાંચો…હસ્તરેખાઃ જુઓ, તમારા હાથમાં આ રેખા છે, તો તમને ક્યારેય નહીં થાય આર્થિક મુશ્કેલી!