Sayaji Dialisis 2 2

કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે ડાયાલિસિસની સુવિધા સુવિધા શરૂ કરવામાં આવી

Sayaji Dialisis edited
  • કોરોના કટોકટીમાં જેમને ડાયાલિસિસની જરૂર છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે આ જીવન રક્ષક સુવિધા પૂરી પાડી
  • કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ માટે બે અલાયદા મશીનો સાથે હિમોડાયાલીસિસ ની જે સુવિધા શરૂ કરવામાં આવી તે ખૂબ ઉપયોગી પુરવાર થઈ
  • 270 થી વધુ વખત અહી જરૂરિયાતમંદ દર્દીઓનું ડાયાલિસિસ થયું છે

વડોદરા, ૨૪ ઓક્ટોબર: કોરોનાનો પ્રભાવ જનજીવનના તમામ ક્ષેત્રોની જેમ આરોગ્ય ક્ષેત્રમાં પણ વર્તાયો.જેનાથી ડાયાલિસિસની જીવન રક્ષક સુવિધા પણ બાકાત ના રહી.કોરોના કાળમાં ખાસ કરીને કોવિડ પોઝિટિવ અને જેમને નિયમિત કે સમયાંતરે ડાયાલિસિસ એટલે મશીન દ્વારા લોહી શુદ્ધ કરાવવાની જરૂર પડે છે તેવા દર્દીઓ માટે ખાસ તકલીફ ઊભી થઈ હતી.ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં ડાયાલિસિસ સિસ્ટમ મર્યાદિત હોવાથી કોરોના પોઝિટિવ ને સેવા આપવી શક્ય ન હતી.એટલે તેમને સરકારી હોસ્પિટલને રિફર કરવામાં આવતા હતાં.

સયાજી હોસ્પિટલમાં આ વિભાગ સાંભળતા ડો.અજય ડાભીએ જણાવ્યું કે તેને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગે નિયમિત સુવિધા ખાતેના 12 જેટલા મશીનોમાંથી 2 મશીનો કોરોના વિભાગ માટે ફાળવી ,ત્યાં કોરોના પોઝિટિવ માટેની અલાયદી સુવિધા શરૂ કરી જે આશીર્વાદ રૂપ બની રહી. આ સુવિધા ખાતે વર્તમાન કોરોના કટોકટી દરમિયાન 270 થી વધુ વાર દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે.કોરોના પોઝિટિવ અને કિડનીની નિષ્ફળતા કે ઓછી કાર્યક્ષમતા ને લીધે જેમને જરૂર હોય તેવા લગભગ દૈનિક 6 થી 7 દર્દીઓ ને આ સેવા આપવામાં આવી રહી છે. અહી નોંધવું જરૂરી છે કે સયાજી હોસ્પિટલ માં નોન કોવિડ દર્દીઓ થી સાવ જુદી અને જુદા સ્થળે ડાયાલિસિસ ની સુવિધા,કોરોના સારવાર સુવિધા હેઠળ કાર્યરત છે.

Sayaji Dialisis 2 2

આ અંગે સયાજી હોસ્પિટલના કોવિડ સુવિધા માટેના નોડલ અધિકારી ડો.ઑ. બી.બેલીમ એ જણાવ્યું કે કોરોના કટોકટી આગળ વધવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓ આવવાના શરૂ થતાં અહી જુદું હિમોડાયાલીસિસ યુનિટ કોરોના આઈ.સી.યુ તેમજ કોરોના વોર્ડ મા શરૂ કરવામાં આવ્યું. આ યંત્રોને આર.ઓ.પ્લાન્ટ સાથે જોડવા જરૂરી હોવાથી બે આર.ઓ. પ્લાંટની પણ સ્થાપના કરવામાં આવી. ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી હતી.જે આવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જીવન રક્ષક પુરવાર થઈ છે. તેમણે જણાવ્યું કે કિડનીને નુકશાન થવાને લીધે તેની કાર્યક્ષમતા ઘટી જવા થી અથવા કિડની નિષ્ફળ જવાથી સંબંધિત દર્દીઓ એ 15 દિવસ કે મહિના ના અંતરે કે દૈનિક ડાયાલિસિસ દ્વારા લોહી શુદ્ધ કરાવવાની જરૂર પડે છે.સયાજી હોસ્પિટલમાં અદ્યતન હિમોડાયાલીસિસ યંત્રો થી આ સેવા આપવામાં આવી રહી છે.

Advertisement

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના દિશા નિર્દેશો પ્રમાણે આરોગ્ય વિભાગે કોરોના ની સારવારના છત્ર હેઠળ આ પ્રકારની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ રાખવાની કાળજી લીધી છે જે જીવન રક્ષક પુરવાર થઈ છે.

કોરોનાના સમયમાં ડાયાલીસીસ માટે સતત ઘસારો રહેતો હતો અને ક્યારેક તો દર્દીને તાકીદની જરૂર ના હોય તો જેને ખૂબ તાકીદની જરૂર હોય તેમને અગ્રતા આપી,ઓછી જરૂર વાળા અને રાહ જોઈ શકે તેવા દર્દીઓને તારીખ પણ આપવી પડતી હતી.જો કે આ બંને સરકારી હોસ્પિટલો એ કટોકટીના સમયે કૌવત બતાવી સેવા આપી હતી અને આપી રહી છે.

*****

loading…