JMC SOG Office

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

SOG Office Jamnagar

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ લોકોએ કોરોનાની મહામારી ભુલીને ઉજવ્યા બાદ જામનગરમાં કોરોના કેસમાં ઉછાળો દેખાઇ રહ્યો છે. જામનગર પોલીસની એસઓજી બ્રાંચ પણ કોરોનાના સકંજા આવી ગઇ છે.

whatsapp banner 1

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં લોકોએ દિવાળીની ઉજવણીમાં કોરોનાની મહામારી ભુલી ચૂક્યા હોય તેવું દેખાઇ રહ્યું હતું. જામનગરમાં કોરોના પોઝિટીવની સંખ્યા વધી રહી છે. જેમાં પોલીસ જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે. જામનગરમાં એસઓજી બ્રાંચ કોરોનાની ઝપટમાં આવી ગઇ છે. મળતી માહિતી અનુસાર એસઓજીના પીઆઇ, પીએસઆઇ તેમજ ડ્રાઇવર સહિત 6 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

SOG Office Jamnagar

એસઓજીના બંન્ને પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થયા બાદ કવોરન્ટાઇન થયો છે. કોરોના પેસારો પોલીસ બેડામાં પહોંચતા પોલીસ બેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ વિભાગની મહત્વની બ્રાંચ એવી એસઓજીમાં અડધો ડઝન જવાનો કોરોનાનો શિકાર બનતા પોલીસ વિભાગમાં કોરોનાના સંક્રમણના કારણે હડકંપ મચી ગયો છે.