X Ray 3

કોરોનાના નિદાનમાં ચેસ્ટ એક્સરે ખૂબ અગત્યનું છે

X Ray 3

કોરોનાના નિદાનમાં એક્સરે ચેસ્ટ ખૂબ અગત્યનું ટૂલ: અત્યાર સુધી સયાજીના કોરોના વોર્ડ અને ઓપીડીમાં રોગ નિદાન માટે આઠ હજારથી વધુ છાતીના એક્સરે લેવામાં આવ્યા છે

અહી ચાર સાદા અને એક ડિજિટલ એકસરે યંત્રો ઉપલબ્ધ છે અને આ ડિજિટલ મશીનને સાદા મશીનો સાથે જોડીને ત્વરિત એકસરે મળે છે

વડોદરા, ૨૨ ઓક્ટોબર: કોરોનાના રોગમાં સચોટ નિદાનની ચાવીરૂપ અગત્યતા છે.રેપિડ ટેસ્ટના આગમન પહેલાં બ્લડ અને યુરીન રિપોર્ટ અને સોનોગ્રાફી સાથે એક્સરે ચેસ્ટ દ્વારા જ કોરોનાનું નિદાન થતું હતું.અને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છતાં,દર્દીને લક્ષણો જણાતા હોય તો સચોટ નિદાન માટે એક્સરે ચેસ્ટની ઘણી અગત્યતા છે.

X Ray 2

વડોદરા સયાજી હોસ્પિટલની વાત કરીએ તો હાલમાં કોરોના વોર્ડ અને ઓપીડીમાં કોરોનાના નિદાન માટે રોજેરોજ ૭૦ થી ૮૦ એકસરે ચેસ્ટ કરવામાં આવી રહ્યાં છે એવી જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન એક અંદાજ પ્રમાણે અહી આઠ હજારથી વધુ એક્સરે લેવામાં આવ્યાં છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ કોરોનાની સારવારની અદ્યતન સુવિધા તમામ સરકારી સંસ્થાઓમાં મળી રહે તેની કાળજી લઈ રહ્યાં છે અને માર્ગદર્શન આપી રહ્યાં છે.એટલે અહી ચાર સાદા એક્સરે મશીન હતાં.પરંતુ તેમાં રિપોર્ટ મળતાં વાર લાગતી.આ અસુવિધાના નિવારણ માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે વડોદરા મહાનગર પાલિકાના સહયોગથી સયાજી અને ગોત્રી દવાખાનાઓમાં ડિજિટલ મશીનની સુવિધા આપી તે પછી કામ સરળ અને ઝડપી બન્યું છે.
આ ડિજિટલ મશીનને તબીબોના કોમ્પ્યુટર,લેપટોપ,ટેબ્લેટ અને મોબાઈલ સાથે જોડી શકાય છે જેના પરિણામે તુરત જ આ તમામમાં દર્દીના એકસરેનું અવલોકન થઈ શકે છે.

X Ray

વધુમાં,આ ડિજિટલ મશીનને સાદા મશીનો સાથે જોડવાની સુવિધાના પગલે હવે તમામ એકસરે ડિજિટલ ટાઇપના મળે છે. દર્દી આઈસીયુમાં હોય અને સ્થિતિ ગંભીર હોય તેવા કોરોના દર્દીઓની પરિસ્થિતિમાં સુધાર કે બગાડ પર ચાંપતી નજર રાખવા દૈનિક એક્સરે લેવામાં આવે છે.મશીન પોર્ટબલ હોવાથી ગંભીર દર્દીઓની પથારી સુધી યંત્રને લઈ જઈને એકસરે લઈ શકાય છે. ડિજિટલ એકસરેનો વધુ એક ફાયદો એ છે કે ભવિષ્યમાં જરૂરિયાત પ્રસંગે નિરીક્ષણ માટે એને મોબાઈલ કે કમ્પ્યુટર માં સરળતાથી સાચવી શકાય છે.કોરોના નું મુખ્ય આક્રમણ ફેફસાં પર થાય છે અને એકસરેની મદદથી રોગના ઘટાડા કે વધારાની સતત તાજી જાણકારી મળતી રહે છે જેના આધારે સચોટ સારવાર અને સારવારમાં ફેરફારની જરૂરના સંકેત મળી રહે છે.

ડો.ચેતન મહેતાના વડપણ હેઠળ સયાજી હોસ્પિટલના રેડીઓલોજી વિભાગના કર્મયોગીઓએ કોરોના યોદ્ધા તરીકે મહામારીની શરૂઆતથી ચાવીરૂપ અને નોંધપાત્ર સેવાઓ દ્વારા દર્દીઓની સાજગી અને જીવન રક્ષામાં ઉપયોગી મદદ કરી છે.

રાજ્ય સરકાર કોરોનાના પડકારનો આરોગ્ય કર્મયોગીઓની કર્તવ્ય નિષ્ઠાથી સતત સફળ સામનો કરી રહી છે.તે માટેની સાધન સુવિધામાં પાયાનું સ્થાન ધરાવતા એકસરે ચેસ્ટ સયાજી હોસ્પિટલના કોરોના વિભાગની સારવાર ને વધુ સચોટ અને પરિણામલક્ષી બનાવવામાં ખૂબ ઉપયોગી બની રહ્યાં છે.

loading…