સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ

Hospital Staff fire Training Surat
  • સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’
  • યોજાઈસુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત ૭૦ થી વધુ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૮ નવેમ્બર: સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી સંભવિત દુર્ઘટનાનો સામનો કરવાં ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ હતી. નવી સિવિલ આરોગ્ય તંત્રની પ્રેરણાથી નવી સિવિલના ચીફ સિક્યુરિટી ઓફિસરશ્રી હરેન ગાંધી દ્વારા સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત સિવિલના ૭૦થી વધુ કર્મચારીઓને અગ્નિશામકોના ઉપયોગ અને ઈમરજન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આગ કે અન્ય આકસ્મિક ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન નિવારવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. આકસ્મિક આગની ઘટના સમયે અગમચેતીના પગલાંરૂપે સુરક્ષાકર્મીઓને અગ્નિશામક જેવા બચાવના સાધનોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી આગની ઘટના બને તો વ્યવહારિક અમલ થઈ શકે.

Hospital Staff fire Training Surat

શ્રી હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી, સુરતમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે સિવિલ તંત્રવાહકોને બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિંગ યોજીને તાલીમ આપવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની આસપાસ માત્ર એમ્બ્યુલન્સને જ પાર્કિંગ પરવાનગી આપવામાં આવી છે.

whatsapp banner 1

જયારે આસપાસનો વિસ્તાર ‘પાર્કિંગ ફ્રી’ એરિયા રહેશે. જેથી આગ જેવી આકસ્મિક ઘટનામાં બચાવના વાહનોની અવરજવર અબાધિત રીતે થઈ શકે અને બચાવકાર્યમાં કોઈ અડચણ પેદા ન થાય. સિવિલના કર્મચારીઓએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,. આગનો સામનો કરવાની વિવિધ પદ્ધતિઓ અને બચાવકાર્ય વિષે માહિતગાર થયા હતા.