GG Hospital Repairing 3 1

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા.

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ મા ત્રણે’ક માસ જેટલાં સમયગાળા બાદ અગ્નિકાંડમાંથી બોધપાઠ મેળવી ભસ્મિભૂત થયેલાં આઈસીસીયુ વિભાગનું નવીનીકરણ કરી લેવાયું છે. જે હાલ પૂર્ણતાને આરે છે અને આગામી એકા’દ અઠવાડિયામાં જ નવા આસીસીયુ વિભાગનું લોકાર્પણ થાય તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

whatsapp banner 1

જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી હૉસ્પિટલમાં ગત તા.25 ઓગસ્ટ-2020ના રોજ આગ લાગતાં જૂની ઈમારતમાં આવેલ આઈસીસીયુ વિભાગ બળીને ખાખ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાના કિંમતી ઉપકરણો પણ ભસ્મિભૂત બની ગયાં હતાં. આગની આ ઘટનામાં તાજેતરમાં જ આરએનબીને રિપોર્ટ સુપ્રત કરાયો છે.

બીજી તરફ ઉચ્ચસ્તરીય તપાસ બાદ આ આઈસીસીયુ યુનિટનું નવીનીકરણ કરવા નિર્ણય લેવાયો હતો અને આ ત્રણ મહિનાના સમયગાળામાં આઈસીસીયુ યુનિટનું કામ પૂર્ણ થઈ ગયું છે. ખાસ કરીને આગની ઘટનાને ધ્યાને લઈ આઈસીસીયુ યુનિટમાં લાકડાં કે અન્ય આગ લાગે તેવા મટિરીયલનો ઉપયોગ કરવાના બદલે ફાયર સેફટી નૉમ્સ મુજબના મટિરીયલ તેમજ સ્ટિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સંભવત: આગામી અઠવાડિયામાં જ આ નવા યુનિટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.