Cow dairy 1

ગાયો સાથે જીવન ને વણી લીધું ખુશીઓ ભર્યું જીવન જીવું છું: પારુલ પટેલ

નારી શક્તિ વંદના

ગાયો સાથે જીવન ને વણી લીધું ખુશીઓ ભર્યું જીવન જીવું છું: પારુલ પટેલ

૧૨૦ ગાયો ની નિભાવણી વાર્ષિક ૪૨ લાખ આવક, લાખોનું બોનસ….

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય

આણંદ, ૨૪ ઓક્ટોબર: સતકેવલ મહારાજ ની પવિત્ર ભૂમિ એવી સારસા નગરી થી થોડેક દૂર ખેતરો ની વચ્ચે એક ગાયો નો તબેલો કાર્યરત છે જ્યાં એક કાયદા ની સ્નાતક મહીલા આ સંમગ્રયતા ૧૨૦ જેટલી ગાયો ની દેખભાળ અને નિભાવણી કરી રહી છે..

મૂળ ખંભોળજ ની વતની આ આધુનિક વિચારો ધરાવતી અને જ્યાં સુધી ગાય આધારીત વ્યવસાય શરૂ કર્યો તે પહેલાં સુખ સુવિધા ઓ માં ઉછરેલી પારુલ પટેલ ડબલ ગ્રેજ્યુએટ બાદ શિક્ષક તરીકે નોકરી માં સેવા આપતી હતી ત્યારે સંજોગો વસાતતેઓના પિતા ને લકવો થતા સારવાર માટે રજાઓ નહીં મળતા નોકરી છોડી દીધી અને પિતા ની સારવાર માં લાગ્યા . ત્યાર બાદ પારુલ બેને સમય મળતા પોતાના પિતાના માલિકી ના પશુ ઓ ને સંભાળવાનું નક્કી કરીને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ નું માર્ગ દર્શન હેઠળ મોરચો સંભાળી લીધો અને આજે છ વર્ષ બાદ ખૂબ ખુશી સાથે…..

પારુંલબેન પટેલ કહે છે કે ….હું આજે ૧૨૦ ગાયો નું રોજનું ૩૦૦ લીટર દૂધ ડેરી માં જમા કરાવે છું અને વાર્ષિક ૪૨ લાખ રૂપિયા ની આવક મેળવું છું સાથે અમૂલ તરફ થી નવ લાખ નું બોનસ જૂદું… પાંચ પરિવાર ને રોજગારી પણ આપું છું.

પહેલા મને તકલીફ પડતી હતી હું સુખ સુવિધા ના વાતાવરણ ઉછરેલી હોવા છતાં આજે ગાયોનું ગોબર સાફ કરવું માથે ટોપલા ઉપાડવા , ઘાસ નાખવું પાણી આપવું બધુજ કામ હું જાતેજ કરું છું અને એને કારણે મારુ તબિયત સારું રહે છે અને બીમારી થી દુર રહ્યું છું સાથે મને આવક મળે છે અને હું સ્વતંત્ર રીતે મારો વ્યવસાય ચલાવી રહી છું.. અને બીજા ને રોજગારી આપી રહી છું એનો મને સોંથી વધારે આનંદ છે

પશુસંવર્ધન અધિકારી શ્રી ડો મેહુલ પટેલ પારુલ બહેન ના ગાય આધારિત વવ્યસાય ને અને તેઓને મળેલી સફળતા ને આવકારી હતી અને કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર ની પશુ પાલન માટે અનેક યોજનાઓ કાર્યરત છે ,જેનો લાભ શિક્ષિત યુવાનો ,યુવતીઓ , મહિલાઓ લઈ શકે અને હજારો નહીં લાખો ની આવક મેળવી શકે તેમજ રોજગારી ના દાતા બની શકે છે માટે પશુપાલન વિભાગ નો સંપર્ક કરવા અનુ રોધ કર્યો હતો.(૯૪૨૯૦૭૧૧૯૬)

********

loading…