જામનગર નજીકના ખીજડિયા પક્ષી અભયારણ્ય માં મેહામન બનતું રેડ ક્રેસ્ટેટ પોચાર્ડ

Red Crested Pochard at the Khijariya Bird Sanctuary 4

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૪ જાન્યુઆરી:
જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ 300થી પણ વધુ અલગ-અલગ કદ અને રંગના પક્ષીઓના આગમનથી સમગ્ર વિશ્ર્વમાં પક્ષી પ્રેમીઓ તેમજ વાઇલ્ડ લાઇફ તસ્વીરકારો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. તાજેતરમાં શિયાળામાં ઠંડીમાં અનેક વિદેશી પક્ષીઓ તેમના મુળ વતન છોડી ભારતના અલગ-અલગ પક્ષી અભ્યારણમાં આવી પહોંચ્યા છે ત્યારે ખીજડીયામાં પણ લાંબા સમય બાદ રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ પક્ષીઓનું આગમન થયું છે.

દરિયાઇ કિનારે જામનગરથી માત્ર 12 કિ.મી.ના અંતરે આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખારા પાણી અને મીઠા પાણીના પાળાઓથી ભરેલો રહે છે. અહીં વિશાળ પ્રમાણમાં પક્ષીઓેને ખોરાક ઉપલબ્ધ હોય તેમજ તેઓની સલામતી પણ પુરતા પ્રમાણમાં મળી રહેવાના કારણે અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ આવી પડે છે અને તેઓ માળા કરી તેમના બચ્ચાઓ સાથે શિયાળાની ઋતુ સમાપ્ત થતા તેમના વતન પરત ફરે છે. આવુ જ એક ડાયવીંગ ડક પ્રજાતિનું પક્ષી રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ (નેટા રેફીના) પક્ષીઓનો સમુહ લાંબાગાળા બાદ ખીજડીયાના મહેમાન બન્યા છે.

Red Crested Pochard at the Khijariya Bird Sanctuary

વર્ષો પૂર્વે જામનગરના પક્ષી પ્રેમી રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા ખીજડીયા નજીક આવેલા વિસ્તારને અભ્યારણ ઘોષીત કરી આ વિસ્તારને સલામતી પુરી પાડવાના પ્રયત્ન હાથ ધરાયા હતા અને આ વિસ્તારને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરી અભ્યારણમાં શિકાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામસાહેબ દ્વારા અભ્યારણમાં પાણીની વચ્ચે પક્ષીઓ સુરક્ષીત રહી શકે તે માટે પાળાઓ પણ બાંધવામાં આવ્યા હતા. વર્ષો પૂર્વે લીધેલી જહેમત અને પગલાઓને કારણે આજે ખીજડીયા પક્ષી અભ્યારણ વિશ્ર્વ પ્રસિદ્ધ બની શકયું છે અને રેર પક્ષીઓ પણ ખીજડીયામાં સહેલાઇથી જોવા મળે છે.

whatsapp banner 1

આ પણ વાંચો….ભાગ – ૦૨, આંદોલન: જરૂરિયાત કે પછી અંગત લાભ ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *