Banana Bhavnagar 3 edited

માત્ર ૨ એકરમાં કુલ ૬૦૦૦ મણ જેટલા કેળાનું ઉત્પાદન લઈ શકાય તો એને ચમત્કાર જ કહેવો પડે,જાણો વિગત..

ખાસ અહેવાલ: અભય રાવલ,અમદાવાદ

સતત બે વર્ષ દરમિયાન સિઝનનો માત્ર ૮ થી ૧૦ ઇંચ જેટલો છૂટોછવાયો વરસાદ હોય અને આટલા ઓછા વરસાદ છતાં પણ માત્ર ૨ એકરમાં કુલ ૬૦૦૦ મણ જેટલા કેળાનું ઉત્પાદન લઈ શકાય તો એને ચમત્કાર જ કહેવો પડે .હા ,આ ચમત્કાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર જેવા નાના ગામના નરવણસિહ ગોહિલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવીને કર્યો છે . નરવણ સિંહ ગોહિલ બહુ ભણ્યા નથી પણ ખેતીવાડીનું વ્યવહારિક જ્ઞાન લઈને ખરેખર ભણ્યા નથી પણ ગણ્યા છે .

તેઓ કહે છે કે ખેતી તો મને વારસામાં મળેલી .મારા બાપ-દાદા પણ ખેડૂતો જ હતા, એટલે મેં પણ ખેતી અપનાવી. વર્ષ 2014 -15 અને 2016 દરમિયાન મારી પાંચ એકર એકર ખેતીની જમીનમાં મેં રાસાયણીક ખેતી માં માં રીંગણી ,ટીંડોરા ,કપાસ, બાજરી જેવા અલગ-અલગ પાક લેવાની શરૂઆત કરીને ખેતીનો પ્રારંભ કરેલો પરંતુ રાસાયણિક દવા અને વધુ પડતા ખાતરના ખર્ચના કારણે મને ક્યારેય ખેતીમાં વળતર મળતું નહોતું. એ વર્ષોમાં મને અનુભવ થયો કે બે વિઘા માં રૂપિયા 5 લાખના રીંગણા નું વેચાણ થતું પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ની પાછળ રૂપિયા ૧.૨૦ લાખ જેટલો ખર્ચ થતો .પાછળ રૂપિયા ૧.૨૦ લાખ જેટલો ખર્ચ થતો ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ રૂપિયા ૧.૨૫ લાખની આસપાસ હતું .ત્યારે હું શાકભાજી સુરત મોકલતો એટલે સ્વાભાવિક રીતે જ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થઈ જાય બધું થઈને ત્યારે બે વીઘામાં રૂપિયા પાંચ લાખનો ખર્ચ હતો.આમ રૂપિયા 5 લાખ આવક ની સામે પાંચ લાખનો ખર્ચ એટલે સ્વાભાવિક કોઈ મળતર મળે નહીં .આ સ્થિતિમાં પલટો આવ્યો અને તે પલટો આવવાનું કારણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી .

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ની જાણકારી પ્રાકૃતિક ખેતી ની જાણકારી આપતી શિબિરોમાં થી મેળવેલી છે .હું વર્ષ 2016માં ડીસામાં સુભાષ પાલેકર ની પ્રાકૃતિક ખેતી ની શિબિરમાં ગયેલો એમાંથી મને ર્માર્ગદર્શન મળ્યું હતું .ત્યારબાદ રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ ,મહારાષ્ટ્ર, હરિયાણા, અને ઉત્તર પ્રદેશમાં પણ મેં પ્રવાસ કરેલો અને તેમાંથી મને ખૂબ જ જાણવાનું મળ્યું .સુભાષ પાલેકર જી પ્રેરિત ત્યાં જે કંઈ ફાર્મ હતા તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો અને મને ઘણું બધું જાણવા મળ્યું.

whatsapp banner 1

નરવણસિહે વર્ષ 2017 થી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી નો પ્રારંભ કર્યો ત્યારે એક એકરમાં મિશ્ર શાકભાજી એટલે કે તૂરીયા ,કારેલા ,પાતરા , હળદર કાકડી અને સકરિયા જેવા પાકોનું વાવેતર કરેલ. ખાતર ના પર્યાય રૂપે માત્ર જીવામૃત નો જ આધાર લીધેલો ઉપરાંત ઘન જીવામૃત પણ ખરું. તેમની પાસે 10 પશુઓ ઘરના જ હોવાથી છાણિયા ખાતરનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. શરૂઆતમાં આ તમામ પાકમાં ઉત્પાદન પ્રમાણમાં થોડું ઓછું આવ્યું પરંતુ રાસાયણિક ખાતર ના કારણે અગાઉ ની રાસાયણિક ખેતીમાં જે ખર્ચો આવતો હતો તેની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી મા શાકભાજી પાછળ માત્ર 20 ટકા જ ખર્ચો હતો . એક એકરમાં એ મિશ્ર પાકોની ખેતી ની આવક લગભગ રૂપિયા સાડા ત્રણ લાખ જેટલી થયેલી તેમાં જીવામૃત ,ઘન જીવામૃત ના ખર્ચ ઉપરાંત મજૂરી વગેરેનો રૂપિયા ૭૦ હજારનો ખર્ચ બાદ કર્યા બાદ રૂપિયા રૂપિયા 3.50 લાખ માંથી રૂપિયા 70,000 ને બાદ કર્યા પછી અંદાજે રૂપિયા બે લાખ એસી હજાર નો નફો તેમણે મેળવ્યો હતો. જો રાસાયણિક ખાતરથી શાકભાજીનું ઉત્પાદન મેળવ્યું હોત તો ખર્ચ અને આવક લગભગ સરખા જ થાત.

શાકભાજીના મિશ્ર પાકના વાવેતરના પ્રયોગ બાદ નર વણ સિંહને થયું કે આપણે પ્રાકૃતિક ખેતી નું જ્યારે વિશેષ જ્ઞાન, થોડી વધુ જાણકારી મેળવી છે ત્યારે કંઈક એવો પ્રયોગ કરીએ ,જેમાં મહેનત પણ હોય અને સામે વળતર પણ હોય. કંઇક આવા જ વિચાર સાથે તેઓએ વર્ષ 2018 માં તેમની બે એકર જમીનમાં કેળનું વાવેતર કર્યું,,. માત્ર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ના સિદ્ધાંતોના આધારે. પરંતુ યોગાનુયોગ કહો કે પ્રાકૃતિક ખેતી ની અસરકારકતા બતાવવાનો સંયોગ. જે હોય તે, વર્ષ 2018 માં સમગ્ર ગુજરાતમાં અત્યંત ઓછો વરસાદ હતો અને જેસર તાલુકામાં તો પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ અને એવી જ રીતે ગયા વર્ષ 2019માં સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિ કહી શકાય તેટલો અનરાધાર વરસાદ પડેલો પરંતુ જેસર ગામ માં અને તેમાં પણ સેવડીવદર માં નરવણસિંહના કહેવા પ્રમાણે સિઝનનો કુલ વરસાદ માંડ માંડ ૮થી ૯ ઈંચ જેટલો પડેલો. આટલા ઓછા વરસાદમાં કેળાનું ઉત્પાદન લેવું લગભગ મુશ્કેલ જણાય પરંતુ ડ્રીપ ઇરીગેશન અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આચ્છાદન ની થિયરીના આધારે ગરમીને શક્ય એટલી રોકીને જમીનનો ભેજ સચવાય તે રીતે કેળાનું મહત્તમ ઉત્પાદન લેવામાં નરવણસિંહ સફળ રહ્યા .તેમણે બે એકર ની કેળાની ખેતી દ્વારા ૬૦૦૦ મણ કેળાનું ઉત્પાદન લીધું. કેળાનું ઉત્પાદન તો વધારે ખરું પરંતુ કેળાની ગુણવત્તા પણ એટલી કે કેળાની લુમ ને જોઈને કોઈપણ અચરજ પામે. અંદાજે ૧૨થી ૧૫ ફૂટની લંબાઈ ના કેળના કેળના વૃક્ષ પર અંદાજે ત્રણ થી ચાર ફૂટની કેળાની લૂમ અને તેનું વજન પણ ઓછામાં ઓછા ૨૦ કિલોગ્રામ થી લઈને ૭૦ કિલોગ્રામ આ અહેવાલ લખનારે પ્રત્યક્ષ જોઈ છે.

Banana Farming Bhavnagar

એક કેળ પરથી સરેરાશ ૪૦ કિલોગ્રામ નું ઉત્પાદન ગયા વર્ષે મેળવેલું .આમ કુલ છ હજાર હજાર મણની આવક અને તેનું વેચાણ થતા માત્ર ૨ એકરમાં થી રૂપિયા ૧૨ લાખની આવક તેઓએ મેળવી .આટલી આવકની સામે જીવામૃત, ઘન જીવામૃત કે અન્ય ખર્ચના રૂપિયા અંદાજે રૂપિયા ૨૨ હજાર ના ખર્ચ ઉપરાંત મજૂરીના રૂપિયા ૭૦ હજારનો ખર્ચ ગણીએ તો પણ રૂપિયા એક લાખનો ખર્ચો થયેલો. આ ખર્ચ બાદ કરતા ૨ એકરમાં રૂપિયા 11 લાખનો નફો ગયા વર્ષે તેમણે કેળાના ઉત્પાદનમાં થી લીધો .જોકે લાગલગાટ બે વર્ષ નબળા વરસાદ ના હોવાના કારણે આ વર્ષે પોતાના ખેતરમાં કેળના છોડ સુકાવા લાગ્યા છે .એટલે આ વર્ષે તો સારો વરસાદ આવે ,ચોમાસું સારું જાય તો જ કેળાનું ઊત્પાદન આગામી વર્ષમાં લઇ શકાશે એવું તેમનું કહેવું છે. પરંતુ બે વર્ષ નબળા વરસાદના હોવા છતાં હોવા છતાં પણ તેમણે ઉત્પાદન અને અઢળક નફો કેળની ખેતી દ્વારા લઇ લીધો તે નક્કર વાસ્તવિકતા છે.

જેને ખૂબ જ પાણી અને ખાતર જોઈએ એવી કેળાની ખેતી માં આટલા ઓછા વરસાદ છતાં પણ કેળાનું મબલક ઉત્પાદન અને અઢળક આવક કઈ રીતે મેળવી શકાય તેનું કારણ જણાવતા પ્રાકૃતિક ખેતી નું રહસ્ય આટલા ઉત્પાદન પાછળ રહેલું હોવાનું તેઓ જણાવે છ .નરવણસિંહનું કહેવું છે કે માત્ર ૮ થી ૯ ઇંચ જેટલા વરસાદમાં ઇંચ જેટલા વરસાદમાં રાસાયણિક પદ્ધતિ કે ખાતરથી કેળાનું ઉત્પાદન ક્યારે લઈ લઈ ખાતરથી કેળાનું ઉત્પાદન ક્યારેય લઈ ન શકાય .પાક બળી જાય પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાથી પ્રાકૃતિક ખેતી માં જમીનમા લાખોની સંખ્યામાં અળસિયા ઉત્પન્ન થવાના કારણે ઉપરાંત આચ્છાદન ના કારણે જેટલો પણ વરસાદ પડે તેના પાણીનો કુદરતી રીતે જ જળસંચય થઈ જાય છે. જમીનમાં ભેજ સચવાઈ રહે છે અને આ ભેજના પરિણામે તથા અળસિયાના સેન્દ્રિય તત્વો જમીનની માટીમાં ભળી જવાના કારણે પાકને જે પોષણ જોઈએ તે મળી રહે છે અને જમીનમાં ભેજ સચવાઈ રહે વાથી કેળાનું ઉત્પાદન મને મળ્યું છે. આ પ્રાકૃતિક ખેતી નો ચમત્કાર છે ,તેમાં કોઈ બે મત નથી તેવું તેઓ સ્પષ્ટપણે કહે છે.
અન્ય કોઈ માટે પ્રેરણારૂપ એવા નરવણ સિંહના આદર્શ ફાર્મની મુલાકાત સુભાષ પાલેક પણ ગયા જાન્યુઆરી મહિનામાં લીધી છે. તેવો પણ કેળાની આદર્શ ખેતીના નર્વણ સિંહના પ્રયોગથી પ્રભાવિત થયા હતા. સુભાષ પાલેકર જી ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ આત્મા પ્રોજેક્ટ ના કાર્યક્રમ અંતર્ગત તેમના ખેતર ની મુલાકાત લઈને મુલાકાત લઈને કેળાના વાવેતર અને મબલક ઉત્પાદનની વિગતવાર માહિતી તેઓએ મેળવી હતી અને ખરેખર તેઓ પણ પ્રભાવિત થયા હતા .

Banana Bhavnagar 5

અહીં મહત્વની વાત એ છે કે કે કેળા ઉતાર્યા બાદ કાચા કેળાને પકવવાની પદ્ધતિમાં પણ પ્રાકૃતિક ખેતી નો જ સિદ્ધાંત તેઓ અપનાવતા આવ્ય છે. કેળાની લુમ ઉતાર્યા પછી પોતાના ફાર્મ ના એક ખૂણામાં પડેલી લોખંડની પેટીમાં કેળાની લૂમો ને નાખ્યા પછી તેમને ગાયના છાણમાંથી બનાવાયેલા છાણમાં અગ્નિ પ્રગટાવીને તેના ધુપના ધુમાડા માંથી પેટીમાં રહેલા કાચા કેળાને ગરમી આપવામાં આવે છે. આ ગરમી કઈ રીતે આપવામાં આવે છે તેની પદ્ધતિ પણ સાવ સરળ અને સમજવા જેવી છે . ગાયના છાણમાંથી બનાવાયેલા છાણા ને ગાયના છાણા માં ગાયના શુદ્ધ ઘી દ્વારા અગ્નિ પેટાવીને તેનો ધૂપ કરવા નો અને એ ધૂપની ધૂમ્રસેર જ્યાં કેળા સચવાયા છે તે લોખંડની પેટીમાં ફેલાઈ જાય એ રીતે પેટા વાયૅલા છાણા ને પેટીમાં ગોઠવી દેવાના આ છાણાં ગોઠવાઈ ગયા બાદ જેમાં કેળા સચવાયેલા છે .તે લોખંડની પેઢીને બંધ કરી દેવાની. અમુક સમય બાદ ગાયના છાણા ના ધુમાડાની ગરમીના ધુમાડાની ગરમીના કારણે કેળા કુદરતી રીતે જ પાકી જાય અને તેની મીઠાશ પણ વધે. કાચા કેળાને પકાવવાની આ તમામ પ્રક્રિયા આ લખનારે નજરો નજર જોઈ છે.

નરવણ સિંહે કેળાની ખેતી ઉપરાંત તેની સાથે શાકભાજી, મગફળી જેવા અન્ય પાકોનું વાવેતર કરીને તેનું પણ મબલક ઉત્પાદન મેળવી સારી એવી આવક મેળવી છે. આમ પ્રાકૃતિક ખેતી જો સંપૂર્ણ સમજણ અને નિષ્ઠા સાથે અપનાવવામાં આવે તો તેમાં જેટલી મહેનત છે તેના કરતાં પણ વધુ વળતર છે તે આ સાફલ્યગાથા પરથી સ્પષ્ટ નજરે પડે છે અહીંયા માત્ર આર્થિક દ્રષ્ટિએ નફા નુકસાન ની વાત નથી પરંતુ પ્રાકૃતિક ખેતી ના કારણે જે ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મળે છે અને આવા ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનના પરિણામે શારીરિક આરોગ્ય પર પણ જે આગામી દિવસોમાં સારી અસરો પડવાની છે તે પણ મહત્ત્વની બાબત છે .

આજે તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે કે રાસાયણીક ખેતીના કારણે કૃષિ પેદાશોની ગુણવત્તા ઘટી ગઈ છે એટલું જ નહીં પરંતુ રાસાયણીક ખેતી ના ઉત્પાદનના કારણે જે તે ઉત્પાદનના કારણે જે તે પાક પર alkaline જોવા મળે છે તે પાણીથી પણ જોઈ છે તે પાણીથી પણ જોઈ તે પાણીથી ધોઈ શકાતું નથી .ઝેરી દવાઓના છંટકાવથી કીટાણુઓ છૂટા પડે છે તે જમીનમાં ક્યાંકને ક્યાંક તો નુકશાન કરે જ છે અને તેની વિપરીત અસર કૃષિ પેદાશ પર પણ થયા વિના રહેતી નથી .જ્યારે પ્રાકૃતિક ખેતી માં આવી કોઇ જ સંભાવના નથી .રસાયણિક ખેતીના કારણે કારણે ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવનવા રોઞ દિવસે ને દિવસે વધતા જાય છે તેવો અભિપ્રાય જ્યારે હવે વ્યાપક બનતો જાય છે ત્યારે માત્ર નફા-નુકસાન ની દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક આરોગ્યની દ્રષ્ટિએ પણ આપણે પ્રાકૃતિક ખેતી ની દિશા તરફ વળીએ તે સમયનો તકાદો છે . હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારીએ વિનાશ વેર્યો છે ત્યારે એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે આપણા દેશનું sikkim કે ભૂતાન જેવા દેશમાં જ્યાં સંપૂર્ણપણે ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી જ થાય છે તેમાં હજી સુધી કોરોના ની કોઈ અસર જોવા મળી નથી. શું આ સંશોધન કે અભ્યાસનો વિષય નથી?

નરવણસિંહે પ્રાકૃતિક ખેતી થી ૨ એકરમાં ૬૦૦૦ મણ કેળાનું ઉત્પાદન લીધું પરંતુ જો રાસાયણિક પદ્ધતિ થી આ પાક લેવાયો હોત તો જાણકારોના કહેવા પ્રમાણે એ કરે માંડ 25 00થી 2700 મણ ઉત્પાદન લઈ શકાય અને એ પણ જો પાણીની સગવડ હોય તો. પ્રાકૃતિક ખેતી માં વિશેષતા એ છે કે નરવણસિંહે ખૂબ જ ઓછા પાણીએ ૬૦૦૦ મણ જેટલું વિપુલ ઉત્પાદન ૨ એકરમાં લીધુ.આટલા ઓછા પાણીમાં રાસાયણિક ખેતીથી કેળાનું ઉત્પાદન ન થઈ શક્યું હોત. માત્ર ડ્રીપ પદ્ધતિ થી 30 મિનિટ સુધી કેળાના પાકને સિંચાઇ આપીને ગયા વર્ષે આટલું વિપુલ ઉત્પાદન તેમણે લીધું હતું .રાસાયણિક પદ્ધતિ થી જો ખેતી કરી હોત તો આટલા ઓછા પાણીમાં પાક સુકાઈ જાય .ધરતી પણ પાણી વગર કસ વગરની થઈ જાય કારણ કે ખાતર એટલું બધું ગરમ પડે કે તેના કારણે જમીન સુકાઈ જાય. રાસાયણિક ખાતર અને દવાઓના કારણે જમીન ને પુષ્કળ પાણી જોઈએ એ પાણી હોય તો જ વિપુલ ઉત્પાદન મળે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત થી ખેતી થતી હોવાથી આ પ્રશ્ન નડતો નથી .ઓછા પાણીએ પણ પાક નુ ઉત્પાદન લઈ શકાય છે તે અહીં સાબીત થયું છે.

અહીંયા બંને પદ્ધતિમાં ખાતર અને મજૂરી પાછળ થતા ખર્ચની સરખામણી પણ કરવા જેવી છે . પ્રાકૃતિક ખેતીથી કેળાની ખેતી માં તેમણે એક એકરમાં જીવામૃત, ઘન જીવામૃત ઉપરાંત મજૂરીના ખર્ચ સાથે માંડ પાંત્રીસ હજાર જેટલો ખર્ચો કરેલ, જ્યારે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરી હોત તો એકરે ખાતર અને મજૂરી સાથે અંદાજે રૂપિયા ૮૦ હજાર જેટલો ખર્ચો થઈ જાત. આમ એકરે અંદાજે ૪૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ ઓછો થાય તે ખેડૂત માટે કેટલો લાભદાયી નીવડે તે આપણે સમજી શકીએ છીએ.
નરવણ સિંહના કેળાની ગુણવત્તાના કારણે તેમના કેળા નું વેચાણ ગયા વર્ષે જેસર ઉપરાંત પાલીતાણા, ભાવનગર, અમદાવાદ ,સુરત અને રાજકોટ જેવા શહેરોમાં થયેલું તેના કારણે તેમને પોષણક્ષમ ભાવના પ્રશ્નો પણ ક્યારેય સામે આવ્યા નથી.

(વધુ જાણકારી માટે સંપર્ક કરી શકો મોબાઈલ નમ્બર: 9825445130)